સિહોર પંથકમાં વરસાદ, લોકોમાં આનંદ

1483

ચોમાસાના આગમન બાદ હજુ સુધી જોઈએ તેઓ વરસાદ વરસ્યો નથી લોકો હજુ પણ ગરમી થી શેકાઈ છે ધરતીપુત્રોમાં ચિંતાની લાગણી છે પરંતુ આજે સિહોર શહેર અને પંથકના અનેક ગામોમાં વાવણી લાયક વરસાદ થયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે આજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો ઘટા-ટોપ વાદળો ઘસી આવતા સિહોરમાં ભારે વરસાદી ઝાપટા સહિત ગ્રામ્યના સાગવાડી કાજવદર જાંબાળા દેવગાણા અગિયાળી ટાણા વરલ સહિત પંથકના ભારે વરસાદી ઝાપટુ વરસ્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે વરલ ગામે સમી સાંજે ભારે વરસાદી ઝાપટું પડીને બજારોમાં પાણી ભરાયા હતા અને વરસાદ ને લઈ ખેડૂતોમાં આંનદ છવાયો છે.

Previous articleનવાકોર્ટ બિલ્ડીંગ માટે શહેર બહાર જગ્યા ફાળવવા માંગ
Next articleશહેર જિલ્લામાં છુટો છવાયો વરસાદ