પર્યાવરણ પ્રેમીઓએ આંદોલન છેડતાં પંચામૃતની યોજના પડતી મૂકવી પડી હતી

1132

ચાર વર્ષ પહેલા રાજ્ય સરકારની પંચામૃત ભવન બાંધવાની યોજના અંતર્ગત હજ્જારો વૃક્ષો વાઢી નાખવા નિર્ણય લેવાયો હતો. આ સમયે ગાંધીનગરના પર્યાવરણ પ્રેમીઓએ આંદોલન છેડી દીધુ હતું. અંતે આખરે તે વખતના મુખ્યમંત્રી આનંદિબેન પટેલે પર્યાવરણની રક્ષા માટે હકારાત્મક અભિગમ દર્શાવીને પંચામૃત ભવન બાંધવાની મુળથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી યોજના પડતી મુકવાની જાહેરાત કરી હતી.

ગ્રીન ગ્લોબલ ગુજરાત સંસ્થાના નિલેશ રાજગોરે જણાવ્યું કે રાજ્યમાં રસ્તા પહોળા કરવાની અનેક યોજના હાથ પર લેવાઇ છે. તેમાં ૪ લાખ વૃક્ષો કપાઇ જવાની દહેશત છે. આમ થશે તો પર્યાવરણિય સુરક્ષાને મોટી ક્ષતિ પહોચશે.

લોક આંદોલનના મંડાણ કરવાની પહેલા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્ર, નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ સહિતના મહાનુભાવોને આવેદન પત્ર આપવાથી આંદોલનની શરૂઆત કરાશે. જો સરકાર ગાંધીનગરની હરિયાળી બચાવવા યોગ્ય પ્રતિભાવ નહીં અપાય તો આગળના કાર્યક્રમો હાથ ધરાશે.

Previous articleકડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.બી.એ કોલેજનાં પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓને આવકારવા “પ્રારંભ” કાર્યક્રમ યોજાયો
Next articleજિલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણનો પ્રારંભ