મેયર સહિત પદાધિકારીઓ પ્રભાવિત વિસ્તારની મુલાકાતે

932

કુદરતની મહેરથી ચોમાસાની ઋતુ ભાવનગર શહેરમાં સારા પ્રમાણમાં ખીલેલ હોવાથી શહેરીજનોને મુશ્કેલી ન પડે તેવા હેતુથી ભાવનગર મહાપાલિકાના મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડે.મેયર અશોકભાઈ બારૈયા તથા શાસક પક્ષના નેતા પરેશભાઈ પંડયાએ શહેરમાં નીચાણવાળા વિસ્તારો કુંભારવાડા, મોતીતળાવ રોડ, અમર સોસાયટી, હાદાનગર, બોરતળાવ, પાણીની ટાંકી પાસે ઈશ્વરનગર તેમજ અકવાડા, તરસમીયા, કાળીયાબીડ-સીદસર વોર્ડમાં મીરાનગર, વિશ્રામનગર તથા કાળીયાબીડના સમગ્ર વિસ્તારમાં મુલાકાત લઈ જાત માહિતી મેળવેલ અને આ વિસ્તારોમાંથી તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે સ્થળ પરથી જ સંબંધિત અધિકારીઓને સુચના આપેલ તેમજ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ તથા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પણ મ્યુનિ.ના સંબંધિત અધિકારીઓને સુચના આપેલ.

Previous articleશહેરના જુદા જુદા વિસ્તારોમાં પાંચ મહાકાય વૃક્ષો ધરાશાયી
Next articleરાણપુરમાં બીજા દિવસે દોઢ ઈંચ વરસાદ ખાબક્યો