બરવાળા પંચાયતના પ્રમુખ વિવિધ પ્રશ્ને વિજય રૂપાણીની મુલાકાતે

777

 

બરવાળા તાલુકાના ગામડાઓમાં વિકાસકામો તેમજ ખેડુતોને સિંચાઈ માટે કેનાલમાં પાણી આપવામાં તેવા વિવિધ મુદે વિરેન્દ્રભાઈ જે.ખાચર(પ્રમુખ તાલુકા પંચાયત બરવાળા) સુરેશભાઈ ગઢીયા(પ્રમુખ બરવાળા તાલુકા ભાજપ) જયેશભાઈ ડુંગરાણી(ચેરમેન કારોબારી સમિતિ તા.પં.) સહિતના હોદેદારો વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રીની મુલાકાત લઈ પ્રશ્નોની રજુઆતો કરવામાં આવી હતી.

બરવાળા તાલુકા પંચાયત અન્વયેના ગામડાઓમાં વિકાસના કામો,ખેડુતોને સિંચાઈ માટે પુરતુ પાણી કેનાલમાં મળી રહે તેમજ તમામ પ્રકારની સુવિધાઓ ગામડાઓમાં મળી રહે તેવા ઉમદા હેતુથી બરવાળા તાલુકા પંચાયતના નવનિયુકત પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર સહિતના હોદેદારોએ તા.૧ર/૦૯/ર૦૧૮ ના રોજ ગાંધીનગર ખાતે વિજયભાઈ રૂપાણી (મુખ્યમંત્રી)ની મુલાકાત લઈ ગામડાઓના લોકોના વિકાસના વિવિધ મુદે રજુઆતો કરવામાં આવી હતી.