સુંદરકાંડ પાઠનો ૧૪મો પાટોત્સવ ઉજવાયો

1244

સુંદરકાંડ પરિવાર દ્વારા સેકટર-૧૬, ગાંધીનગર ખાતે બ્રહ્મભવનમાં  સુંદરકાંડ પાઠ યજ્ઞના ૧૪મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં તમામ પાઠકગણ પરિવાર સહિત તથા નગરજનો ઉપસ્થિત હતા.

આ પ્રસંગે શ્રી હનુમાનજી મહારાજને તથા શ્રી રામદરબાર અને શ્રી શિવપરિવારને છપ્પનભોગ અને કેક ધરાવવામાં આવેલ હતા. સમગ્ર ઉપસ્થિત સમગ્ર ભાવિક્જનોએ પ્રસાદ તથા ભોજનનો આનંદ લીધો હતો.

શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી, માતા શ્રી જાનકીજી, શ્રી શિવપરિવાર અને શ્રી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી આ પાઠ યજ્ઞ શરૂ થયો છે.

સુંદરકાંડ પરિવારના પાઠકો દ્વારા દર મંગળવાર અને શનિવારના રોજ જુદી જુદી જગ્યાકએ ગાંધીનગર અને અન્યત્ર સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે. દર મંગળવાર અને શનિવારના દિવસે આ મંડળ દ્વારા પાઠ કરવામાં આવે છે. પાઠનો સમય નિશ્ચિત રાત્રિના ૮.૩૦ થી ૧૧.૦૦ રહે છે. પાઠના સ્થળની જાણકારી વ્હોટસએપ મેસેજ દ્વારા દરેક પાઠકોને નિયમિત અગાઉથી  આપવામાં આવે છે અને પાઠકો સ્વેરચ્છાાએ તે સરનામે સ્વાખર્ચે પહોંચી પાઠ કરે છે.

સુંદરકાંડ પરિવારમાં જેને સુંદરકાંડનો પાઠ કરવાની ઇચ્છાવ હોય તે કોઇપણ વ્યેક્તિ પરિવારમાં જોડાઇ શકે છે. સુંદરકાંડ પરિવાર દ્વારા જે કોઇ પાઠકને ઘરે પાઠ કરવામાં આવે છે તેની પાસે ફક્ત પાણી, પાથરણું, પ્રકાશ અને ભગવાનને ધરવાના પ્રસાદની જ અપેક્ષા રાખે છે. પરિવારજનો સ્વખર્ચે ગાંધીનગર બહાર પણ સુંદરકાંડનો પાઠ કરવા જાય છે

તા.૨૩મી જુલાઇ ૨૦૦૫થી શરૂ થયેલ આ પાઠયજ્ઞમાં પાંચ થી છ મિત્રો દ્વારા સુંદરકાંડના માધ્યમથી શ્રી હનુમાનજી દાદાની ભક્તિ કરવાનું શરૂ કરવામાં આવેલ હતું. શરૂઆતમાં પરસ્પરના ઘરે જ સુંદરકાંડના પાઠ કરતા હતા. સમયાંતરે પાઠકગણમાં વધારો થતો ગયો અને ત્યાનરબાદ ગાંધીનગર અને ગુજરાતમાં ઘેર-ઘેર સુંદરકાંડ શું છે અને તેનો મહિમા શું છે અને તેનો પ્રચાર-પ્રસાર થાય અને સનાતન ધર્મ જળવાઇ રહે તેવા ઉદ્દેશથી જે બોલાવે તેના ધેર જઇને જુદા જુદા સ્થદળોએ પાઠ કરવાની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું. તમામ પાઠ નિઃશુલ્ક જ કરવા અને કોઇપણ પ્રકારની દાન-ભેટ રોકડ કે વસ્તુના સ્વરુપમાં ન જ સ્વીકારવી તથા અહૈતુક પાઠ કરવા એવો નિયમ કરવામાં આવ્યો જે આજ સુધી કોઇપણ પ્રકારના અપવાદ વિના જળવાઇ રહ્યો છે.

સુંદરકાંડ પરિવાર આજે વિશાળ વટવૃક્ષ બન્યો છે અને પરિવારના પાઠકોની સંખ્યા આશરે ૮૯ અને તેમના પરિવારજનો મળીને આશરે ૪૫૦ સુધી પહોંચી છે.

પરિવારમાં કોઇ જ્ઞાતિ-જાતિ, હોદ્દો, કે કોઇ દુન્યવી બાબતોને સ્થાન નથી. તમામ માત્ર “હનુમાનજીના ભક્ત અને સુંદરકાંડ પરિવારના સભ્ય” થી ઓળખાય છે. આ પરિવારમાં કોઇ સમિતિ કે હોદ્દાઓ નથી. તમામ સમાન છે. ફકત સુંદરકાંડ પરિવારના પાઠક છે તે જ તેની ઓળખાણ છે. આમ કરવાથી શ્રી હનુમાનદાદાના દરબારમાં “સર્વે સમાન” એવો ભાવ દરેકના હૃદયમાં પેદા થાય છે અને જીવન ભક્તિમય બનતું જાય છે.

સુંદરકાંડ વખતે પુજા સ્થાને કે દાદાની આરતીમાં કે ગાદી પર કોઈએ એક પણ પૈસો કે ભેટ નહી મુકવા મંડળ દ્વારા નમ્રતાપુર્વક વિનંતી કરવામાં આવે છે અને કોઇપણ વ્યક્તિ ઇચ્છા દર્શાવે તો વિનયપૂર્વક અસ્વીકાર કરવામાં આવે છે. યજમાન કે સંસ્થા દ્વારા પાઠકોનું અભિવાદન, માન-સન્માન વગેરે કરવાની પ્રથા સદંતર નથી.

તમામ પાઠકોના મનમાં “સો સબ તવ પ્રતાપ રઘુરાઇ, નાથ ન કછુ મોરી પ્રભુતાઇ” એ ભાવ કાયમ રહે છે.

Previous articleફિલ્મ ‘જીનિયસ’નું ટ્રેલર આઉટ!
Next articleહાર્દિક પટેલે કેશુભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી