મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તેે કચ્છના આરોગ્ય કેન્દ્રના વાહનોનું  લોકાર્પણ કરાયું

1037

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તેન આજે  રૂદ્રમાતા ડેમસાઇટ ખાતે કચ્છગની આરોગ્યુ સેવાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર જિલ્લાર પંચાયત આરોગ્યે શાખા દ્વારા ૨૭ જેટલાં જીપીએસ સિસ્ટંમ સાથેના રૂ.૧૫૦ લાખના ખર્ચે વસાવાયેલા આરોગ્યજ કેન્દ્રોૂ માટેનાં વાહનોને લીલીઝંડી બતાવી પ્રસ્થાકન કરાવાયું હતું.

કચ્છના દુર્ગમ વિસ્તા્રરની આરોગ્યે સેવા સુધારણા, રસીકરણ, માતા-બાળ મૃત્યુરર ઘટાડવા સહિતની આરોગ્યં વિષયક સેવાઓ દુર્ગમ વિસ્તાસરના લોકોને સરળતાથી ઉપલબ્ધે થશે.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રવાસન, વનમંત્રી ગણપતસિંહ વસાવા, વન રાજ્ય મંત્રી રમણભાઇ પાટકર, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ રાજયમંત્રી વાસણભાઈ આહિર, કચ્છ્‌-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છષ જિલ્લાલ પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ  સોઢા, ઉપાધ્યમક્ષ નિયતિબેન પોકાર, ભુજના ધારાસભ્યવ ડૉ. નીમાબેન આચાર્ય, માંડવી-મુન્રાયા વિભાગ ના ધારાસભ્ય  વિરેન્દ્રરસિંહ જાડેજા,  જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, સીડીએચઓ ડૉ. પંકજકુમાર પાંડે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિઈત રહયા હતા.

ઉંડી આંખોમાં અનેરી ચમક અને ખુમારી, લગભગ ૭૦ થી ૮૦ વર્ષ આસપાસના ઉમરની મહિલાઓ, તિરંગા કપડામાં આ ઉમરે પણ રાષ્ટ્રે ભાવનાને તાદશ્ય રૂપે રજુ કરતી હતી.

ભુજ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે  સન્માતનિત લગભગ ૪૦ મહિલાઓ પૈકી ૮૮ વર્ષના ધનબાઇ ભિમજી જણાવે છે કે, એ સમયે હું ગર્ભવતી હતી. ત્રીજો મહિનો ચાલતો હતો પરંતુ દેશપ્રેમ માટે કઇપણ કરી છૂટવા તૈયાર હતી. ૧૯૭૧નું પાકિસ્તાુન સાથેનું યુધ્ધે અને કચ્છા સરહદે દુશ્મ્ન દેશના હાજા ગગડાવી નાખતા વિમાનોનું સતત બોમ્બાજડીંગ. એક રાત્રે તો ૧૮ જેટલા બોંબ સતત થતા આખી રાત જાગીને કાઢી હતી.

મોટા ભાગની મહિલાઓ અને યુવતિઓ રન-વે પટ્ટી રિપેર કરવાં દિવસના મંડી પડતી સાંજ પડયે પાછા ઘરે ચાલ્યાં  જતાં હોવાનું અને જો વિમાન આવે તો આસપાસના ખાડામાં સંતાઇ જવાનું આ વિરાંગનાઓ જણાવે છે.

ભુજ એરપોર્ટની રનવે પટ્ટીને ૩૦૦ જેટલી મહિલાઓએ ખભે-ખભા મેળવી સાચેજ બહાદુરી અને વિરતાનું કામ કરી સમગ્ર દેશની મહિલાઓને ગૌરવ અપાવ્યું  છે.

Previous articleકલા મહાકુંભમાં બાળકોઓએ વિવિધ કૃતિઓ રજૂ કરીને સર્વને મંત્રમુગ્ધ કર્યા
Next articleદામનગર ખાતે નેત્રયજ્ઞ યોજાયો