રેલ્વેના જીએમ ભાવ. ડિવીઝનની મુલાકાતે

1421

વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરએ અચાનક ભાવનગર ડીવીઝનની મુલાકાતે આવી પહોંચતા રેલ્વે વિભાગના અધિકારીઓ દોડતા થયા છે.

રેલ્વેના જનરલ મેનેજર દ્વારા ભાવનગરમાં વાર્ષિક ઈન્સ્પેકશનનો કાર્યક્રમ આગોતરી સૂચના મુજબ ગોઠવવામાં આવતો હોય છે આજથી થોડા મહિનાઓ પુર્વે જી.એમ. મુલાકાતે આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. પરંતુ જનરલ મેનેજર એ.કે.ગુપ્તાએ અચાનક મુલાકાત લેવાનો નિર્ણય કર્યો હતો. જેઓ બાન્દ્રા ટ્રેનમાં ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. ભાવનગર આવતા પુર્વે તેઓએ સુરેન્દ્રનગરભાવનગર ટ્રેકનું નિરીક્ષણ પણ કર્યું હતું. ભાવનગર પહોંચ્યા બાદ તેમણે ભાવનગર મેઈન ટર્મીનસ વર્કશોપ તથા પરા સ્થિત સ્ટેશનની મુલાકાત લીધી હતી. જીએમ ભાવનગરની બે દિવસની મુલાકાત છે ત્યારે તા. ર-૮ને ગુરૂવારના રોજ બોટાદ ડીવીઝનની મુલાકાત લેશે. જી.એમ.ની ઓંચીતી જ આગમનને પગલે ભાવનગર તથા અન્ય ડીવીઝનોના અધિકારીગણમાં દોડધામ મચી જવા પામી છે.

જનરલ મેનેજરે ભાવનગર ટમીનર્સ, વકર્શોપ સહિતની લીધેલી મુલાકાત દરમ્યાન ડી.આર.એમ. તથા સ્ટેશન મેનેજર સહિત અધિકારીઓ જોડાયા હતાં. જયાં જનરલ મેનેજરે અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.

Previous articleમહાપાલિકાએ જુલાઈમાં ૪.૬પ કરોડ વેરો વસુલ્યો
Next articleરેલ સુવિધામાં ભાવનગરને અન્યાય શા માટે ?