આંકડાની માથાકુટને બદલે એકએક બાળકને લક્ષ્યમાં રાખો : અગ્રસચિવ

1363

આંકડાની માથાકુટને બદલે એક એક બાળકને લક્ષ્યમાં રાખો તેમ શિક્ષણ અગ્રસચિવ વિનોદ રાવે લોકભારતી સણોસરામાં મિશન વિદ્યા સમીક્ષા કાર્યક્રમમાં જણાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સઘન રીતે શિક્ષણમાં સુધારો લાવવા પાયાના સ્તરથી જ કામગીરી થાય તે હેતુથી મિશન વિદ્યા અભિયાન શરૂ કરાયું છે. આ મિશન વિદ્યા સંદર્ભે  લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરામાં સમીક્ષા કાર્યક્રમ યોજાઈ ગયો. શનિવારે યોજાયેલ આ સમિક્ષામાં ભાવનગર, બોટાદ તથા અમરેલીના જવાબદારીવાળા શિક્ષકો સામેલ થયા હતા.

રાજ્યના શિક્ષણ વિભાગના અગ્રસચિવ વિનોદ રાવે આ સમિક્ષા દરમિયાન જણાવ્યું કે, આંકડાની માથાકુટ કે તેવી બહુ બાબતોમાં પડવાને બદલે એક એક બાળકને લક્ષ્યમાં રાખો. કોઈ વિદ્યાથી બાળક નબળું, કુપોષિત છે તેવું માનવાને બદલે તેમને શિક્ષણ પ્રક્રિયામાં સામેલ કરવા અનુરોધ કર્યો. ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિ, બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી ચાવડા, ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિતાબેન દુધરેજીયા, અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાદવ, લોકભારતીના નિયામક અરૂણભાઈ દવે, ભાવનગર મિશન વિદ્યાના અધિકાર વિરલભાઈ વ્યાસ દ્વારા સરકારના આ અભિયાનની સરાહના માટે વાત-ચર્ચા કરી હતી.

Previous articleઘોઘા એસબીઆઈ બેંકની મનમાની
Next articleએબીપીએસએસ સંગઠનની ભાવનગર ખાતે મિટીંગ યોજાઈ