સાળંગપુર પ્રમુખ સ્વામી વિદ્યાલયમાં તમાકુ  મુક્તિ શાળા કાર્યક્રમનું આયોજન

942

શાળા તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.ઓ.માઢક અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ વર્માનાં માર્ગદર્શનથી આજરોજ તા ૮/૮/૨૦૧૮ ના રોજ બોટાદ જિલ્લામા બરવાળા તાલુકામાં સારંગપુર પ્રમુખસ્વામી વિદ્યાલયમાં તમાકુ મુકત શાળા અને ટી. બી.વિષે પ્રવૃતિ કરવામાં આવી હતી.

જેમા બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય સ્વામી પુ.ભૂ.ઘનશ્યામપ્રિયસ્વામી(બાપુ સ્વામી) અને પુ.પુણ્યકીર્તિસ્વામી અને શાળાના આચાર્ય હિમાંશુભાઇ, ભાવિનભાઇ, રાહુલભાઇ અને અંકીતભાઈ, ટી.બી.વિભાગ માંથી સંજયભાઈ રામદેવ અને સોશ્યલ વર્કર  ગૌતમભાઈ વંડરા દ્રારા કામગીરી કરવામાં આવેલ હતી.

 

Previous articleઆવતીકાલે જિલ્લાભરમાં સિંહ દિવસની ઉજવણી થશે
Next articleભંડારિયા ધાવડી માતાના મંદિરે શનિવારે યોજાશે ખીરના હવનનો વિશિષ્ઠ ઉત્સવ