આવતીકાલે જિલ્લાભરમાં સિંહ દિવસની ઉજવણી થશે

1168

ભાવનગર જિલ્લામાં પાંચ – છ દસકાના અંતરાલ પછી સિંહોના વિહાર શકય બન્યો છે. શેત્રુંજીના કાંઠાળ વિસ્તારના ધાસિયા જંગલોમાં અને મહુવાના રાણીંગાળાની પર્વતમાળામાં તેનો વસવાટ હવે કાયમી બન્યો છે. તેથી તેના સંરક્ષણ- સવર્ધનની જવાબદારી સૌ કોઈની બને છે. સિંહને માનવમિત્ર અને ગૌરવ પદે સ્થાપિત કરવા સમગ્ર જિલ્લામાં ૧૦ ઓગષ્ટ એટલે કે આવતીકાલે વિશ્વસિંહ દિવસની ઉજવણીથશે. તેમા સમગ્ર જિલ્લા એ જ નહીં પરંતુ સિંહ વસવાટના પાંચ  જિલ્લાઓએ લોક જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેમાં સવારે ૧૧-૦૦ સિંહના મહોરા પહેરીને વિદ્યાર્થીઓ રેલી કરશે. પછી સિંહ સંરક્ષણની પ્રતિજ્ઞા લેશે અને સમાપનમાં સિંહ તથા પર્યાવરણને લગત એક શોર્ટ ફીલ્મ પ્રદર્શિત કરાશે. વન્યપ્રાણી વિભાગ સાસણ દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે.

સિંહ દિવસ કાર્યક્રમના જિલ્લા સંયોજક તષુભાઈ સાંડસુરના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાની ૧૪ર૩ શૈક્ષણિક સંસ્થાઓએ તેમના ૩,૬૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની આ કાર્યક્રમમાં નોંધણી કરાવેલ છે. તાલુકા સંયોજક વીઆરસીઓ અને શાળા વિકાસ સંકુલના સંયોજકો તેમને જરૂરી કીટ પહોંચાડી રહ્યા છે.

જિલ્લાના નાયબ વનસંરક્ષક સંદિપકુમાર રસપૂર્વક સમગ્ર આયોજનમાં સામેલા થયા છે. તેઓ ભાવનગર શહેરની ઈવેસ્ટમાં વિશેષ હાજરી આપશે. કોઈ એક વન્ય પ્રાણી માટે  એક સાથે આટલા લોકો બહાર આવી લોકજાગૃતિ કેળવે તેવો વિશ્વવિક્રમ સ્થાપિત થશે તે બાબત પણ નોંધપાત્ર છે.

Previous articleશનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં
Next articleસાળંગપુર પ્રમુખ સ્વામી વિદ્યાલયમાં તમાકુ  મુક્તિ શાળા કાર્યક્રમનું આયોજન