દેવગાણા ગામે વિજ ચેકીંગ ટીમ પર હુમલો

3373

સિહોર પીજીવીસીએલ ટીમ તા. ૧૦-૮-૧૮ના રોજ ચેકીંગ અર્થે સિહોર તાલુકાના દેવગાણા ગામે હતી. વારંવાર લો-વોલ્ટેજ ફરિયાદોના હિસાબે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ દેવગાણા ખાતે સિહોર પીજીવીસીએલ સ્ટાફ દેવગાણા પહોંચ્યો હતો ત્યારે ચેકીંગ દરમિયાન જુ. એન્જીનીયર વાંક લાઈન ઈન્સ્પેકટર તુરૂષભાઈ જોષી તથા ફરિયાદી ભાવેશભાઈ જીંજાળા ઉપર દેવગાણાના અશોકભાઈ ઉર્ફે કિશોરભાઈ પ્રાણશંકર જાળેલા, નરેશ પ્રાણશંકર તથા વસંતબેન પ્રાણશંકર જાળેલા દ્વારા એક સંપ કરી ફરિયાદી ભાવેશભાઈ ઝીંઝાળા તથા વાંક તથા લા.ઈ. તરૂણભાઈ જોષી સાથે ધોલ થપાટ, ભુડાબોલી ગાળો આપી ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તથા ડી.એમ.ના હથિયાર બંધીને જાહેર નામના ભંગની ફરિયાદ પીજીવીસએલના ભાવેશભાઈ દ્વારા ઉપરોકત ત્રણેય વ્યકિત પર સિહોર પો.સ્ટે.માં નોંધાવતા સિહોર પોલીસ દ્વારા આઈપીએલ કલમ ૧૮૬, ૩ર૩, પ૦૪, પ૦૬(ર) તથા જીપીએકટ ૧૩પ મુજબ ગુન્હો નોંધી સિહોર પોલિસ સ્ટેશનના આર.જે.મોરીને તપાસ સોંપી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Previous articleસિહોરમાં જે.જે. મહેતા ગર્લ્સ હાઈસ્કુલમાં સિંહ દિનની ઉજવણી
Next articleમીતીયાળા ગામે વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે