“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વીજ સલામતી અને ઊર્જા બચત રેલીનું આયોજન કરાયું

66

“આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત ભાવનગર ચાવડી ગેટ વીજ સેવા સદન ખાતે વીજ સલામતી અને ઊર્જા બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું પ્રસ્થાન મુખ્ય ઈજનેર તથા અધિક્ષકના હસ્તે લીલી ઝંડી આપી કરવામાં આવ્યું હતું,વીજ સલામતી અને ઊર્જા બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી પીજીવીસીએલ ની મુખ્ય કચેરી ખાતે થી પ્રસ્થાન થઈ શહેરના વિવિધ માર્ગો પર ફરી તેમજ પેમ્પલેટ વિતરણ કરીને ગ્રાહકો ને વીજ સલામતી અને ઉર્જા બચત અંગે જાગૃત કરવામાં ના ઉદ્દેશ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી પ્રસંગે મુખ્ય ઈજનેર જાડેજા, અધિક્ષક ઈજનેર લાખાણી, કાર્યપાલક ઈજનેર પરીખ તથા પંડ્યા, ક્ષેત્રીય કચેરી, વર્તુળ કચેરી, શહેર વિભાગ-૧, શહેર વિભાગ-૨, ગ્રામ્ય વિભાગ, એચ. ટી. પે. વિ., પાવર હાઉસ પે. વિ. કચેરી તથા કુંભારવાડા પે. વિ. કચેરી હેઠળ ફરજ બજાવતા તમામ અધિકારીઓ, કર્મચારીઓને વ્યાપક તથા જુનીયર ઈજનેરઓ તથા અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.