અમરનાથ યાત્રા હવે અંતિમ દોરમાંઃ છડી મુબારક રવાના

1424

વાર્ષિક અમરનાથ યાત્રા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. અંતિમ તબક્કામાં પહોંચેલી અમરનાથ યાત્રાના ભાગરૂપે શ્રદ્ધાળુઓનો નવો કાફલો આજે સઘન સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ, પુરૂષો અને સાધુ સંતોનો સમાવેશ થાય છે. જુદા જુદા વાહનોમાં શ્રદ્ધાળુઓની ટીમ પહેલગામ અને બલતાલ રૂટ મારફતે પવિત્ર ગુફામાં દર્શન કરવા માટે રવાના થઇ હતી.બીજા બાજુ હવે છડી મુબારક ડાઉનટાઉન શ્રીનગરમાં સ્થિત પરિ પર્વત પર શારિકા ભવાની મંદિરમાં પહોંચી ચુકી છે. પરંપરા હેઠળ પ્રાચીન અને ઐતિહાસિક શારિકા મંદિર છે. જેને ત્રિપુર સુન્દરી મંદિર નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યાં વિશેષ પુજા કરવામાં આવી છે. મહંત દીપેન્દ્રગીરી દ્વારા કહેવામાં આવ્યુ છે કે સાધુ સંતોની સાથે છડી મુબારક પહોંચી ગઇ છે. ૧૫મી ઓગષ્ટના દિવસે છથડી મુબારક દશનામી અખાડા ખાતે પહોંચશે. ૨૦ અને ૨૧મી ઓગષ્ટના દિવસે પહેલગામ, ૨૨મી ઓગષ્ટના દિવસે ચંદનવાડી તેમજ ૨૩મી ઓગષ્ટના દિવસે શેષનાગ, ૨૪ અને ૨૫મ૫ ઓગષ્ટના દિવસે પંજતારણી ખાતે પહોંચનાર છે. ૨૬મની ઓગષ્ટના દિવસે છડી મુબારક પવિત્ર અમરનાથ ગુફામાં પહોંચશે.

આની સાથે જ અમરનાથ યાત્રા પૂર્ણ થશે.  આ વખતે રક્ષા બંધન સુધી અમરનાથ શ્રદ્ધાળુઓનો આંકડો ત્રણ લાખ સુધી પહોંચી શક છે. યાત્રાને લઇને તમામ તૈયારી ભગવતીનગર યાત્રી બેઝ કેમ્પ અને અન્ય કેમ્પ ખાતે રાખવામાં આવી છે. શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હજુ પણ પહોંચી રહ્યા છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. બીજી બાજુ હજ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે.  શ્રદ્ધાળુઓમાં કોઇ પણ ભય દેખાતો નથી. હમેંશા કરતા આ વખતે વધારે સાવચેતી રાખવામાં આવી રહી છે. કારણ કે શ્રદ્ધાળુઓ પર હુમલા કરવાની તૈયારી ત્રાસવાદીઓ કરી રહ્યા છે. આ અંગે વારંવાર અહેવાલ પણ આવી   ચુક્યા છે.૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨૭૮૦૭૨થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા  છે.  તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.હાલમાં અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બની હતી.  ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અમરનાથ યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે હમેંશા ભારતીય સેના અને સુરક્ષા દળો માટે પડકાર હોય છે . કારણ કે ત્રાસવાદીઓ અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ બનાવવા માટેના પ્રયાસો સતત કરતા રહે છે. ખીણમાં સ્થિતી વિસ્ફોટક રહે તે હેતુથી આ પ્રકારના હુમલાના પ્રયાસ થાય છે.

Previous articleઆઈએમએફના પૈસાનો ચીનની લોનને ચૂકવવામાં ઉપયોગ નહિ કરાય : પાકિસ્તાન
Next articleકરૂણાનિધીના નિધન બાદ પરિવારમાં સત્તા સંઘર્ષ શરૂ