આઈએમએફના પૈસાનો ચીનની લોનને ચૂકવવામાં ઉપયોગ નહિ કરાય : પાકિસ્તાન

844

પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનવા જઇ રહેલા ઇમરાન ખાનને આર્થિક મોર્ચા પર પડકારોનો સામનો કરવો પડી શકે છે. ચીનના ડેવલપમેન્ટ પ્લાનની અંતર્ગત લોન લેનાર દેશોને લઇ અમેરિકાનું વલણ ખૂબ જ આકરું થયું છે, એવામાં આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (ૈંસ્હ્લ) પાસેથી બેલઆઉટ મેળવવામાં તેમને ઘણી મુશ્કેલી પડી શકે છે.

જો પાકિસ્તાનને આ બેલઆઉટ પેકેજ નહિં મળે તો પછી દેશના અર્થતંત્રને સ્થિર કરવું સરળ નહિં રહે. જણાવી દઇએ કે અમેરિકાના ૧૬ સેનેટરોએ ટ્રમ્પ વહીવટી તંત્રને અનુરોધ કર્યો છે. ઇમરાન ખાન તેવા સમયમાં સત્તા પર બેસવા જઇ રહ્યાં છે જ્યારે પાકિસ્તાનને તત્કાલ નાણાંકીય મદદની જરૂર છે

હવે અમેરિકાનું વલણ જોતા ઇમરાન ખાનને ચીન પાસેથી મદદ અને ૈંસ્હ્લ બેલઆઉટમાં કોઇ એકની પસંદગી કરવી પડશે. કહેવાય છે કે  ૈંસ્હ્લ પાકિસ્તાન પાસેથી એ માંગણી કરી શકે છે તેઓ વિદેશ ખાસ કરીને ચીન પાસેથી પૈસા લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દે. બીજી બાજુ ખાનએ ચીનને પણ આશ્વાસન આપ્યું છે કે તેઓ ૬૨ અબજ ડોલરના ઝ્રઁઈઝ્ર પ્રોજેક્ટમાં પેઇચિંગ દ્વારા કરાઇ રહેલા રોકાણ પર સકારાત્મક વલણ અપનાવશે.સેનેટરોએ દાવો કર્યો છે કે ચીન ઉધાર લેનાર દેશોની નીતિઓ પર નિયંત્રણ માટે લોન આપી રહ્યાં છે. માહિતી છે કે પાકિસ્તાન ટૂંક સમયમાં જ ૈંસ્હ્લ પાસેથી ૧૨ અબજ ડોલર અંદાજે ૮૨૫ અબજ રૂપિયાના પેકેજની માંગણી કરી શકે છે. એમ પણ કહેવાય છે કે ખાધની ભરપાઇ જ નહીં પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ ચીન પાક ઇકોનોમિક કોરિડોર (ઝ્રઁઈઝ્ર) માટે લોનને ચૂકવવા માટે કરી શકે છે.

જો કે પાકિસ્તાને આ દાવાને રદ્દ કરી દીધો છે. તેમનું કહેવું છે કે ૈંસ્હ્લના પૈસાનો ચીનની લોનને ચૂકવવામાં ઉપયોગ કરવાની તેમની કોઇ મંશા નથી.

 

આપને જણાવી દઇએ કે પાકિસ્તાનના વિદેશ મુદ્રા ભંડાર ઝડપથી ઘટી રહ્યાં છે, એવામાં તેમને તત્કાલ નાણાંકીય મદદ જોઇએ. હવે ખાનની સામે પડકાર એ છે કે તેઓ ૈંસ્હ્લ પાસેથી પૈસા લે અથવા તો ચીન પાસેથી.

Previous articleપુર અને ભારે વરસાદથી સાત રાજ્યો બેહાલ : ૭૭૪ના મોત
Next articleઅમરનાથ યાત્રા હવે અંતિમ દોરમાંઃ છડી મુબારક રવાના