નોટબંધી પછી 99.3% જૂની નોટો થઇ જમા!

1179

કોણ કહે છે સરકારી તંત્ર કામ નથી કરતુ ? દેશની સર્વોચ્ચમ બેન્ક માટે ઘણા લોકોએ આ મામલે આંગળી ચીંધેલી। લોકોને ક્યાં ખબર હોય છે કે નોટો ગણવું એ કેટલું અઘરું કામ હોય છે ! આખરે આઠમી નવેમ્બર, 2016ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી નોટબંધીની જાહેરાત બાદ 21 મહિના પછી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સત્તાવાર આંકડો જારી કરી જણાવ્યું કે લગભગ 99.3% જૂની નોટો બેંકમાં પરત આવી ગઈ છે.

આરીબાઈએ બુધવારે આંકડાઓ જાહેર કરી જણાવ્યું હતું કે નોટબંધી દરમિયાન 15 લાખ, 41 હજાર કરોડ રૂપિયા ચલણમાં હતા, જે પૈકીના 15 લાખ, 31 હજાર કરોડ અત્યારસુધીમાં પરત આવી ગયા છે.

આરબીઆઇએ તેના અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે, નોટબંધી બાદ વર્ષ-2017-18માં નોટોની કમી વર્તાઈ હતી. 2015-16માં 632926 નકલી નોટો પકડાઈ હતી, જયારે 2016-17માં 762072 નકલી નોટો અને 2017-18માં 522783 નકલી નોટોની ઓળખ થઇ હતી.

Previous articleભીમા કોરેગાંવ હિંસા
Next articleમોંઘવારી ભથ્થામાં 2%નો વધારો