2013 પછી રૂપિયોમાં સૌથી મોટો ઘટાડો

859

રુપિયામાં ગુરુવારે ઓગસ્ટ 2013 પછી સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. શરુઆતના તબક્કામાં 18 પૈસા સુધી ઘટીને અત્યાર સુધીના સૌથી નિચા સ્તરે ગયો હતો. આમ ડોલરની તુલનામાં રૂપિયામાં ભારે ઘટાડો નોંધાઇ રહ્યો છે. આ વર્ષ રૂપિયો 10 ટકા સુધી ઘટ્યો છે. નિષ્ણાતો પ્રમાણે ઓઇલ આયાતકારો અને વિદેશી બેંકો તરફથી સરકારી બેન્કો દ્વારા કરાયેલા વેચાણ દ્વારા રૂપિયામાં ઘટાડો થયો છે. ડોલરની તુલનામાં આજે 4 પૈસા ઘટીને 70.63ના સ્તરે ખુલ્યો હતો.

બજાર ખુલ્યા પછી રૂપિયો 70.64નો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે સ્પર્શ્યો હતો. રૂપિયામાં ગઇકાલે પણ ઘટાડો નોંધાયો હતો. રૂપિયો. 70.59ના સ્તરે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ડોલરની તુલનાએ રૂપિયો અત્યાર સુધી નીચા સ્તેર 70.81ના સ્તરે આવ્યો હતો.

બજારના નિષ્ણાતોના પ્રમાણે ડોલરની તુલનાએ રૂપિયો આજે 70.34થી 71.15ની રેન્જમાં ટ્રેડ કરી શકે છે. સતત નબળા પડાત રૂપિયાની અસર પેટ્રોલ-ડીઝલના ભાવમાં પડી શકે છે. ક્રૂડ ઓઇલની સતત વધીત કિંમતોની અસર પણ જોવા મળી રહી છે. આમ દેશમાં ખાવા-પીવાની વસ્તુઓ અને બીજી જરૂરી સામાનોના ટ્રાન્સપોર્ટ માટે ડીઝલનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં ડીઝલ મોંઘુ થતાં આ બધી ચીજોના ભાવમાં વધારો થશે.

 

Previous articleભાજપનો ફોર્મ્યુલા નીતિશકુમાર સ્વીકારશે?
Next articleભાજપમાં નહીં જોડાઉ, મુલાયમ સાથે કાયમ રહીશ : શિવપાલ