ગાંધીનગર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા તેમજ આવી પ્રવૃત્તિ આચરતા ઈસમો ઉપર રેડ કરી, પરીણામલક્ષી કાર્યવાહી હાથ ધરવા સારુ જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર જે. ડી. પુરોહીતને સુચના આપેલ. જે આધારે તેઓએ સ્ટાફના અધિકારી તથા માણસોને સતત આ દિશામાં પ્રયત્નશીલ રહી, બાતમીદારોથી માહિતી મેળવી. ગેરકાયદેસર રીતે દારૂ વેચનાર ઈસમોને પકડી પાડવા અસરકારક કાર્યવાહી હાથ ધરવા માર્ગદર્શન અને સૂચના આપેલ.
જે આધારે આજે તા. ર૪ મી ઓકટોબરના રોજ એલ.સી.બી. પો.સ.ઈ. એસ. બી. પઢેરીયા, અ.હે.કો. નરેન્દ્રસિંહ જગદીશસિંહ, અ.હે.કો. મુકેશકુમાર દલસીંગભાઈ, યજવેન્દ્રસિંહ અજીતસિંહે ગાંધીનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. નરેન્દ્રસિંહ જગદીશસિંહને મળેલ માહિતી આધારે ગાંધીન.ર સે. – ર૭-ર૮ કટ પાસે વોચ દરમ્યાને એક આઈ-ર૦ નંબર વગરની કારમાં ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી લઈ જતા કમલકુમાર ગીરધલાલ નાવાણી (સીંધી) રહે. ૪, ઈન્દીરાનગર સોસાયટી, મહેન્દ્રમીલ રોડ, કલોલ, જી. ગાંધીનગરને પકડી પાડેલ.
ઉપરોકત કારની તપાસી લેતાં ઈગ્લીશ દારૂની કુલ – ૩ર૪ નંગ બોટલ કીંમત રૂ. ૯૭, ર૦૦/- તથા બે નંબર પ્લેટ મળી આવેલ જેથી ઉપરોકત આઈ-ર૦ કાર, મોબાઈલ તથા ઈગ્લીશ દારૂના જથ્થા સાથે કુલ રૂ. પ,૦૧,ર૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આરોપીની તપાસ દરમ્યાન અન્ય સહ આરોપીઓના નામ પણ ખુલવા પામેલ છે જેઓની તપાસ ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીનગર ચલાવી રહેલ છે.