એક જ રાજ્યમાં લઈ શકાશે એસસી/એસટી અનામતનો લાભ : સુપ્રીમનો આદેશ

1471

દેશમાં છેલ્લા ઘણા સમયથી એસસી-એસટી અનામત અને એક્ટને લઈને માહોલ ગરમાયો છે. અન્ય એક કેસમાં સુપ્રીમ કોર્ટમાં સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામતને લઈને સુનાવણી ચાલી રહી છે.

ત્યારે ગુરુવારે સુપ્રીમ કોર્ટે જીઝ્ર/જી્‌ અનામત સાથે સંકળાયેલા એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ અનુસાર જીઝ્ર/જી્‌ અનામત અનુસાર સેવા અથવા નોકરીમાં લાભ મેળવનારા વ્યક્તિ કોઈ બીજા રાજ્યમાં તેનો ફાયદો લઈ શકે નહીં. જ્યાં સુધી ત્યાં તેની જાતિ સૂચિબદ્ધ ના હોય.સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અખિલ ભારત સ્તર પર અનામતનો નિયમ વિચાર કરવા યોગ્ય હશે.

અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામતનો લાભ એક રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સીમા સુધી જ સીમિત રહેશે.

એક રાજ્યના અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ સમૂહના સભ્ય બીજા રાજ્યના સરકારી નોકરીમાં અનામતના લાભનો ત્યાં સુધી દાવો નહીં કરી શકે જ્યાં સુધી તેમની જાતિ ત્યાં સૂચિબદ્ધ ના હોય.

સુપ્રીમ કોર્ટની સામે પ્રશ્ન હતો કે એક રાજ્યમાં જે વ્યક્તિ અનુસૂચિત જાતિમાં છે તો શું તે બીજા રાજ્યમાં અનુસૂચિત જાતિમાં મળનાર અનામતનો લાભ લઈ શકે છે. જેની પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યુ કે નહીં. એવુ થઈ શકે નહીં.

Previous articleહાઉસ હોલ્ડ ફાઈનાન્સિયલ સેવિંગ્સ ૭ વર્ષના ઉંચા સ્તરે
Next articleદુનિયાનો દરેક દેશ આતંકવાદરૂપી સમસ્યાનો સામનો કરે છે : મોદી