નોટબંધી : બિનહિસાબી નાણાં જમા કરનારા સામે તપાસ શરૂ

1151

નોટબંધીના બે વર્ષ બાદ હવે ઇન્ક્મ ટેક્સ વિભાગે એવા લોકોની સામે તપાસ શરૂ કરી દીધી છે જે લોકોએ બેંક ખાતામાં બિનહિસાબી રકમ જમા કરાવી હતી. રેવેન્યુ વિભાગે આવા લોકોની સામે બેનામી એક્ટ હેઠળ શરૂઆતી નોટીસ જારી કરી દીધી છે. આ પ્રકારના લોકોને તેમની જમા રકમના સોર્સ અંગે માહિતી આપવા માટે કહેવામાં આવ્યુ છે. ઘટનાક્રમથી વાકેફ રહેલા લોકોએ કહ્યુ છે કે પ્રથમ તબક્કામાં આશરે ૧૦૦૦૦ લોકોને નોટીસ ફટકારી દેવામાં આવી છે. આવનાર સમયમાં અન્ય લોકોને પણ નોટીસ જારી કરવામાં આવી શકે છે. નવેમ્બર ૨૦૧૬માં કરવામાં આવેલી નોટબંધીના પરિણામસ્વરૂપે સરક્યુલેશનથી બહાર કરવામાં આવેલી નોટ બેકિંગ સેક્ટરમાં પરત આવી ચુકી છે. અલબત્ત એક સરકારી અધિકારીએ કહ્ય છે કે પૈસા બેકિંગ ક્ષેત્રમાં પરત આવ્યા છે પરંત કોઇને કોઇ નામ સાથે જોડાયેલા છે. માત્ર ઇન્ક્મ ટેક્સ વિભાગ જ નહીં બલ્કે અન્ય સરકારી વિભાગો પણ આ ડેટાનો ઉપયોગ આગામી સમયમાં તપાસ માટે કરી શકે છે. ઇડસ્ટ્રીઝ પર નજર રાખનાર લોકોનુ કહેવુ છે કે બેનામી એક્ટ  ખુબ મોટા પાયે છે. આ નોટીસના કારણે કેટલાક લોકોને જેલ પણ થઇ શકે છે. અશોક માહેશ્વરી એન્ડ એસોસિએટ્‌સના પાર્ટનર અમિત માહેશ્વરીએ કહ્યુ છે કે ઇન્ક્મ ટેક્સને જે કેશ ડિપોઝિટ બિનહિસાબી હોવાની શંકા છે.

Previous articleWPI ફુગાવો વધીને બે માસની ઉંચી સપાટી પર : ચિંતા અકબંધ
Next articleપ્રશાંત કિશોર જેડીયુ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિયુક્ત કરાયા