ઇન્ટરનેટ શટડાઉન : માત્ર એક ટકા લોકો ઉપર અસર

902

દુનિયાભરમાં આગામી ૪૮ કલાક દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ થવાના અહેવાલ આવી રહ્યા છે. એમ માનવામાં આવી રહ્યું છે કે, આના લીધે દુનિયાભરના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે નહીં.

રશિયા ટુડેના અહેવાલ મુજબ ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ એસાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ ક્રિપ્ટોગ્રાફિકને બદલીને મેઇન્ટેનન્સનું કામ કરશે જેના પરિણામ સ્વરુપે મુખ્ય ડોમેન સર્વર અને તેની સાથે જોડાયેલા નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થોડાક સમય માટે ડાઉન રહેશે.  જ્યારે ઇન્ટરનેટ ડાઉન રહેશે ત્યારે વોટ્‌સએપ, ફેસબુક, ગુગલ અને અન્ય જરૂરી ઓનલાઈન કામ કરવામાં તકલીફ થશે તેમ લોકો વિચારી રહ્યા છે પરંતુ આને લઇને જાણકાર લોકોએ કહ્યું છે કે, આની અસર ખુબ ઓછા લોકો પર થનાર છે.

દુનિયાભરના માત્ર એક ટકા લોકો ઉપર જ તેની અસર થશે. સુત્રોએ એમ પણ કહ્યું છે કે, આશરે ૯૯ ટકા લોકો આના કારણે પ્રભાવિત થશે નહીં. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જો યુઝર્સના નેટવર્ક ઓપરેટર્સ અથવા તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ આ ફેરફાર માટે તૈયાર નથી તો કેટલાક યુઝરોને તકલીફ પડી શકે છે પરંતુ યોગ્ય સિસ્ટમ સિક્યુરિટી એક્ટેન્શનને ઇનેબલ કરીને આ પ્રભાવને નજર અંદાજ કરી શકાશે. આ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર દુનિયામાં એવા અહેવાલ વાયરલ થઇ રહ્યા છે કે, ઇન્ટરનેટ સેવા બંધ થશે. ત્યારબાદ ખુલાસો કરવામાં આવ્યો છે કે, આની અસર નહીવત સમાન રહેશે. સમગ્ર દુનિયામાં નહીં બલ્કે એક ટકા લોકો ઉપર જ તેની અસર જોવા મળશે.

Previous articleજાતિય શોષણ : મી ટુ મામલાની તપાસ માટે આખરે કમિટિ બની
Next articleસિંગાપોર સતત ચોથા વર્ષે રહેવા અને કમાવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભર્યું