૨૦૧૯ની ચૂંટણીમાં પીએમ મોદીની સામે વડાપ્રધાનનો ચહેરો રાહુલ નહિ શરદ પવાર હશે..!!?

1582

કર્ણાટકમાં જ્યારે કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)ના ગઠબંધનથી બનેલી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષી એકતા જોવા મળી હતી. જો રાજનીતિની નજરથી જોવામાં આવે તો આ ઘટનાઓનું પ્રતિકાત્મક મહત્વ છે. વિપક્ષ માટે સૌથી મોટો પડકાર પ્રધાનમંત્રી પદના દાવેદારની જાહેરાત કરવાનું છે કેમકે રાહુલ ગાંધીના નામ પર મમતા બેનર્જી, માયાવતી, અખિલેશ અને ચંદ્રબાબૂ સહેમત નથી.

આવનારા કેટલાક દિવસોમાં ચૂંટણીનું સ્પષ્ટ ચીત્ર આવી જશે. એવામાં ક્ષેત્રીય દળોએ ખુલીને મોદી સરકાર વિરુદ્ધ જવાથી થનારા નફા-નુક્શાનની સમીક્ષા લેવાની છે. આ વચ્ચે મહાગઠબંધનમાં પ્રધાનમંત્રી પદના સ્વઘોષિત દાવેદારોમાં મમતા બેનર્જી અને માયાવતીનું નામ છે. તેમને જવાબ આપવા માટે કોંગ્રેસે શરદ પવારનું નામ આગળ કરી દીધું છે. કોંગ્રેસનો સાથ મળવાથી પવાર પોતાને ફ્રન્ટ લાઈનમાં બનાવી રાખવાના પ્રયત્નોમાં છે.

છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં થયેલી પોતાની પાર્ટીની બેઠક બાદ પવારે વિપક્ષની રાજનીતિને લઈ બે મહત્વની વાતો કહી હતી. તેઓએ કહ્યુ હતુ કે ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી પદના દાવેદારને લઈ કોઈ ચર્ચા નહીં થાય. જેનો સ્પષ્ટ મતલબ છે કે દાવેદાર ઘોષિત કરવાની જરૂરિયાત નથી. બીજી વાત તેઓએ કહી કે પ્રધાનમંત્રી પદને લઈ સૌથી મોટી પાર્ટી નિર્ણય કરશે.