જ્યાં સુંદર મહિલાઓ હશે, ત્યાં રેપ થતા રહેશે : ફિલિપાઈન્સ રાષ્ટ્રપતિ

773

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે તેમના અટપટા નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. દુતેર્તેએ એકવાર ફરી મહિલાઓને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દુષ્કર્મની વધતી જતી ઘટનાઓને લઈ મહિલાઓની ખુબસુરતીને જવાબદાર ગણાવી છે.

રોડ્રિગો દુતેર્તે અનુસાર, તેમના શહેરમાં રેપની ઘટના એટલા માટે વધી રહી છે, કારણ કે મોટી સંખ્યામાં અહી સુંદર મહિલાઓ છે. તેમણે કહ્યું, જ્યાં સુધી શહેરમાં વધારે ખુબસુરત મહિલાઓ રહેશે, ત્યાં સુધી રેપની ઘટના થતી રહેશે.

ફિલિપાઈન્સની મહિલા સંગઠનોએ રાષ્ટ્રપતિના આ નિવેદનની ખુબ ટીકા કરી છે. મહિલા સંગઠનોએ કહ્યું કે, અમે આવા ગંદા નિવેદન સ્વીકાર નહી કરીએ. ખાસ કરીને દેશના રાષ્ટ્રપતિએ આવું નિવેદન ન આપવું જોઈએ. આવા નિવેદનથી રેપને વધારે પ્રોત્સાહન મળશે.

મહિલાઓ પર રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે હંમેશા અટપટા નિવેદન આપતા રહે છે. આ વર્ષે જૂનમાં સાઉથ કોરિયામાં દુતેર્તેએ મંચ પર ફિલિપાઈન્સની એક મહિલાના હોઠ પર કિસ કરી લીધી હતી.

આ પહેલા દુતેર્તે એવું પણ કહી ચુક્યા છે કે, સૈનિકોને ત્રણ મહિલા સાથે રેપ કરવાની મંજૂરી છે. તે કોઈ પણ ઘરની તપાસ કરી શકે છે અને કોઈની પણ ધરપકડ કરી શકે છે. તેમને પૂરી છૂટ છે. જો માર્શલ લો દરમ્યાન તમે ત્રણ મહિલા સાથે રેપ કરી દો છો, તો હું તમારા માટે જેલ જતો રહીશ.

Previous article૨૦૧૯ની ચૂંટણીમાં પીએમ મોદીની સામે વડાપ્રધાનનો ચહેરો રાહુલ નહિ શરદ પવાર હશે..!!?
Next articleહિંમતનગરના ભાવપુર ખાતે તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો