હિંમતનગરના ભાવપુર ખાતે તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

730

હિંમતનગરના તાલુકાના ભાવપુર ખાતે તાલુકા કક્ષાનો ૬૯મો વન મહોત્સવ આદિજાતિ વિકાસ અને વન રાજ્ય મંત્રી  રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

ભાવપુર ખાતે રૂ. ૨૭ લાખના ખર્ચે નવનિર્મિત પંચવટીનું લોકાપર્ણ કરતા મંત્રી  રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, રાજ્યના અન્ય વિસ્તારોના વિકાસ સાથે આદિજાતિ વિસ્તાર પણ સમય સાથે વિકાસ પામે એવું નક્કર આયોજન કર્યું છે. વધુમાં તેમણે ઉમેર્યુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને લઇ માત્ર ગાંધીનગરમાં ઉજવાતા વન મહોત્સવ રાજ્યમાં પ્રજા વચ્ચે લઇ જવામાં આવ્યા તેના પરિણામ  સ્વરૂપે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિવિધ વન નિર્માણ પામ્યા છે.

વન મહોત્સવનું અનેરૂ મહત્વ છે. પ્રજાકીય ભાગીદારી વધે તેવા આશયથી વન મહોત્સવની ઉજવણી રાજ્યના જિલ્લાઓમાં શરૂ કરી છે. જે તાલુકાકક્ષાથી માંડીને ગ્રામ્ય વિસ્તારને સાંકળી લેતા આપણી વન સંસ્કૃતિ દર્શનની કરાવે છે.

છોડમાં રણછોડ છે ત્યારે વધુ વૃક્ષો વાવી ગુજરાત આ ક્ષેત્રે પણ નંબર વન બને તે અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.

વન મહોત્સવમાં હિંમતનગરના ધારાસભ્ય  રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા સમાહર્તા  પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી  સ્તુતિ ચારણ, સામજીક વનિકરણ વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક  ડૉ. ડી.કે શર્મા, મહેસાણા વર્તુળ વિભાગના વન સંરક્ષક  એલ.જે.પરમાર, મામલતદાર  પારઘી નાયબ વન સંરક્ષક  એન.પી.મેવાડા સહિત વનકર્મીઓન અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleજ્યાં સુંદર મહિલાઓ હશે, ત્યાં રેપ થતા રહેશે : ફિલિપાઈન્સ રાષ્ટ્રપતિ
Next articleસાબરકાંઠા જિલ્લા વનબંધુ કલ્યાણ યોજનાના કામોની સમીક્ષા કરાઇ