આદર્શ આચારસંહિતાના અમલ અંગે નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ

876
guj27102017-4.jpg

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ ની આદર્શ આચારસંહીતાનો અમલ થતા જિલ્લા ચુંટણી અધિકારીપી.સ્વરૂપની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. 
ચુંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાનો અમલ થાય અને પારદર્શકતા જળવાઇ રહે તે અંગે જિલ્લા કલેકટર અને ચૂંટણીઅધિકારીપી.સ્વરૂપે ચુંટણીપંચની સુચના અનુસાર હોર્ડિગ્સ, બેનર, પોસ્ટર,સૂત્રો તથાવોલ પેન્ટીંગ દૂર કરવા નોડલ અધિકારીઓને સૂચના આપી હતી. 
આ ઉપરાંત વિવિધ સમીતિઓના નોડલ અધિકારીઓને નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે દિશામાં કામગીરી કરવા સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષ વ્યાસ, અધિક કલેકટરવી.એલ.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.ડામોર સહિત તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Previous articleહિંમતનગરમાં આદશૅ આચારસહિતાનો ભંગ
Next articleચિત્રકુટધામ ખાતે ૬ નવેમ્બરે મોરારિબાપુ દ્વારા સંતવાણી એવોર્ડ અપર્ણ સમારોહ