પોસ્ટ કચેરીમાં ચલણ ભરવામાં હાલાકી : વિદ્યાર્થીઓમાં રોષ

826
gandhi1622018-2.jpg

ગાંધીનગરમાં સેકટર ૨૪માં આવેલી પોસ્ટ કચેરીમાં થોડા દિવસોથી ઇન્ટરનેટના ધાંધીયા જોવા મળી રહ્યા છે. જેના કારણે પરીક્ષા માટે ચલણ ભરવા આવતાં વિદ્યાર્થીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે સવારે જીએસએલડી સીના પરીક્ષા માટે સેકટર ૨૪ની પોસ્ટ કચેરી પર વિદ્યાર્થીઓને લાંબી કતાર લાગી હતી. કચેરીએ બે દિવસથી વિદ્યાર્થીઓ લાઇનમાં ઉભા હતાં.
પરંતુ ઇન્ટરનેટમાં ખામી છે તેમ કહીને કર્મચારીઓ વિદ્યાર્થીઓને ધક્કે ચડાવવામાં આવ્યાં હતાં. બાદમાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ઉગ્ર રજુઆત કરતાં ચલણ ભરી આપવામાં આવ્યું હતું. નવિન મિશ્રાએ જણાવ્યું હતું કે, હું ઘણા સમયથી પરીક્ષાઓ આપુ છું. તેની માટે ચલણ ભરવા માટે પોસ્ટ ઓફિસ પર આવુ છું. ત્રણથી ચાર વખત આવ્યો છું પરંતુ દરેક વખતે ઇન્ટરેનટના ધાંધીયાથી પાછો જવાનો વારો આવ્યો છે. અન્ય વિદ્યાર્થીઓએ પણ આમથી તેમ ફરવું પડે છે.

Previous articleવાંચે ગુજરાત ઉબકા આવતી ગંદકીમાં સપડાયું : મધ્યસ્થ લાયબ્રેરીની માઠી દશા
Next articleજિલ્લા પ્રાથમિક સંધ દ્વારા સૈનિકોની સહાય માટે ૫ લાખ ૨૭ હજારનો ચેક અર્પણ કરાયો