ડોલર સામે રૂપિયો ૭૨.૯૧ની રેકોર્ડ નીચી સપાટીએ

2413

અમેરિકન ડોલરની તુલનાએ રૂપિયામાં ઘટાડો અટકવાનું નામ નથી લેતો. બુધવારે તે ૨૨ પૈસા વધુ નબળો થઈને ૭૨.૯૧ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે. રૂપિયો મંગળવારે ૨૪ પૈસા ઘટીને ૭૨.૬૯ પર બંધ થયો હતો. કાચું તેલ મોંઘું થવાના કારણે અને શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે રૂપિયા પર દબાણ વધ્યું.

આંતરરાષ્ટ્રીય બજારોમાં બ્રેન્ટ ક્રૂડનો રેટ બુધવારે ૨% વધીને ૭૯.૩૪ ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો. બીજી બાજુ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર તીવ્ર થવાના આસાર છે. તેનાથી પણ કરન્સી બજારમાં દબાણ વધ્યું.