પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રશ્ને દખલગીરીનો કોર્ટનો ઇન્કાર

1109

પેટ્રોલ અને ડીઝલની કિંમતના મામલામાં કોઇપણ દરમિયાનગીરી કરવાનો આજે દિલ્હી હાઈકોર્ટે સાફ ઇન્કાર કર્યો હતો. કોર્ટે આને પોલિસી સાથે જોડાયેલા નિર્ણય તરીકે ગણાવ્યો હતો. એક જનહિત અરજી ઉપર સુનાવણી કરતી વેળા બુધવારના દિવસે કોર્ટે આજે આ મુજબની પ્રતિક્રિયા આપી હતી. પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતો વચ્ચે આજે આંશિક રાહત મળી હતી. છ દિવસ બાદ રાહત મળતા દિલ્હી અને મુંબઈમાં રેટમાં વધારો કરવામાં આવ્યો ન હતો. કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલની કિંમત એક રૂપિયો ઘટી છે. ચેન્નાઈમાં ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં બે પૈસાનો નજીવો ઘટાડો કર્યો છે.

તેલ કંપનીઓએ પાંચમી સપ્ટેમ્બરને બાદ કરતા ૨૬મી ઓગસ્ટથી ૧૧મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કરવામાં આવ્યો છે. ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને આજે મોટી રાહત થઇ હતી. કારણ કે સતત છ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ઝીંકવામાં આવ્યા બાદ આજે ભાવ વધારો રોકાઇ ગયો હતો. આજે બુધવારના દિવસે કોઇ વધારો કરવામા ંઆવ્યો ન હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ છે. આ દબાણ વચ્ચે કેટલાક રાજ્યો વેટમાં ઘટાડો કરી ચુક્યા છે.

જેમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આ ત્રેણય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. આજે કોઇ વધારો કરવામાં ન આવતા દિલ્હીમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ ૮૦.૮૭ના સ્તર પર રહી હતી. જ્યારે ડીઝલની કિંમત ૭૨.૯૭ રૂપિયા રહી હતી. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં પેટ્રોલની કિંમત ૮૮.૨૬ રૂપિયા રહી હતી. જ્યારે ડીઝલની કિંમત ૭૭.૪૭ રૂપિયા રહી હતી. આવી જ રીતે ચેન્નાઇમાં પેટ્રોલની કિંમત આજે લીટરદીઠ ૮૪.૭૪ રૂપિયા રહી હતી. આવી જ રીતે ડીઝલની કિંમત ૭૪.૮૨ રૂપિયા રહી હતી. કોલકત્તામાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. કારણ કે અહીં સરકારે વેટમાં ઘટાડો કર્યો છે. કેટલાક રાજકીય પંડિતો માની રહ્યા છે કે આગામી મહિનાઓમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેથી પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારા પર બ્રેક મુકવામાં આવે તેવી શક્યતા છે. રાજસ્થાન અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં ભાવ વધારાને લઇને સામાન્ય લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સતત છ દિવસસુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હાલમાં વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારાની સામે ભારત બંધની હાકલ પણ કરવામાં આવી હતી. જે દરમિયાન બિહાર સહિતના કેલાક રાજ્યોમાં હિંસા થઇ હતી. જો કે ભારત બંધના એક દિવસ બાદ પણ વધારો કરવામાં આવ્યો હતો. જો કે આજે કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. દિલ્હી હાઈકોર્ટે આજે ફ્યુઅલની કિંમતમાં કોઇ દરમિયાનગીરી કરવાનો સાફ ઇન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, સરકારને તે કોઇ આદેશ આપી શકે તેમ નથી. ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિસ વીકે રાવની બનેલી બેંચે કહ્યું હતું કે, આ આર્થિક મામલો છે. કોર્ટે આ મામલાથી દૂર રહેવાની જરૂર છે.

Previous articleમુંબઈ સહિત દેશમાં આજથી ગણેશ ઉત્સવની જોરદાર ધૂમ
Next articleડોલર સામે રૂપિયો ૭૨.૯૧ની રેકોર્ડ નીચી સપાટીએ