સિહોરમાં પ્લોટની ભુગર્ભ ટાંકીમાંથી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો

1511

સિહોર પો.સ્ટે. પો.સબ.ઇન્સ.પી.આર. સોલંકી, હેડ કોન્સ. રાજેન્દ્ર સિંહ ગોહિલ, પો.કોન્સ. હરપાલસિંહ ગોહિલ,ભીખુદાન ગઢવી તથા અશોકસિંહ ગોહિલ સિહોર પો.સ્ટે. વિસ્તાર માં પ્રોહી તેમજ જુગારધારા હેઠળ અસરકારક કામગીરી માટે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.સબ.ઇન્સ.  પી.આર.સોલંકી ને ખાનગી  વિશ્વાસપાત્ર હકિકત મળેલ  કે સિહોર ની એકતા સોસાયટી નાં પાછળના ભાગે પ્રકાશ જેઠા મકવાણાનાં પ્લિંથ સુધી બાંધકામ થયેલ પ્લોટમાં એક ભૂગર્ભ ટાંકી બનાવેલ છે અને તેમાં પ્રકાશ ઉર્ફે પકા દ્વારા ગે.કા. રીતે ભારતીય બનાવટ નો વિદેશી દારૂ સંઘરી રાખેલ છે.જે મુજબ ની હકિકત ની  સિહોર પો.સ્ટે. નાં પો.ઇન્સ એમ.એચ. રાઉલજી ને જાણ કરતા તેઓ પણ  સ્ટાફ કર્મચારી ઓને સાથે રાખી આવી પહોંચેલ અને ત્યાર બાદ બાતમી વળી જગ્યાએ રેડ કરતા પ્રકાશ જેઠા મકવાણા ઉર્ફે પકાની માલિકીના પ્લોટમાં આવેલ ભૂગર્ભ ટાંકીનું ઢાંકણ ખોલી ચેક કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની બોટલ મળી ૧૪૫૨ નંગ બોટલ  મળી આવેલ જેની કુલ કિંમત રૂ.૪,૩૫,૬૦૦/- જે તમામ પ્રોહી મુદ્દામાલ કબ્જે લઈ પ્રોહી. એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી આગળ ની કાર્યવાહી  હાથ ધરવામાં આવેલ છે