દામનગર પોલીસે બે ઓવરલોડ ડમ્પરને ઝડપી ડીટેઈન કર્યા

928

પ્રજા અને જાનમાલની સુરક્ષા સલામતી જળવાઈ રહે કાયદો- વ્યવસ્થામાં કોઈ છીન ન રહે તે જવાબદારી પોલીસ વિભાગની હોય છે. જેમાં પ્રજાનો સહયોગ જરૂરી હોય છે. અમરેલી એસ.પી. દ્વારા દામનગર પોલીસ મથકમાં છેલ્લા ચાર મહિનામાં ૩ પી.એસ.આઈ. બદલાયા ટુંકાગાળામાં બદલીઓ થઈ તેમાં પી.એસ.આઈ. વી.વી. પંડયાને રાજુલા અને ત્યાંથી વાય.પી. ગોહિલનો હુકમ થતા હાજર થતાં જ આજે વહેલી સવારે બે ડમ્પરો નં. જી.જે.૦૧ ઈટી પર૧૯ અને જી.જે. ૦૯ એકસ ૯૦૪૧ને દહીશરા રોડ પરથી ટ્રાફિક નિયમનનો ભંગ, અસલ કાગળો ન હોવા, ઓવરલોડના ગુન્હામાં ડ્રાઈવરો મનોજબાપુ ખોડદા રે. ધંધુકા અને નસીબ ઈસ્માઈલ બ્લોચ રે. વઢવાણ વાળાની અટક સાથે ડીટેઈન કરી ખાણખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી અમરેલીને જાણ કરતા કાર્યવાહી કરી હતી.

Previous articleસિહોરમાં પ્લોટની ભુગર્ભ ટાંકીમાંથી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો
Next articleઋષિ પાંચમે નિષ્કલંકના દરિયામાં ભાવિકોની ડુબકી