૧૮ નિર્દોષ બાળકોના મોત એ ભાજપ સરકારની ઘોર નિષ્કાળજી : પાર્થેશ પટેલ

737
gandhi30102017-3.jpg

જન વિકલ્પ પાર્ટીએ એશિયા ની સૌથી મોટી હોસ્પિટલ માં ૧૮ કરતા વધારે બાળકો ના મૃત્યુ ને સખત શબ્દો માં વખોડી કાઢતાં પાર્ટીના પ્રવક્તા પાર્થેશ પટેલે  જણાવ્યું હતું કે જે ૧૮ બાળકોના મોત થયા છે તે માટે અન્ય કોઈ નહી પણ નિષ્ઠુર સરકાર જવાબદાર છે. અને તેની તત્કાલિક તપાસ થવી જોઇએ તેમજ જવાબદારો સામે સખ્ત કાર્યવાહી કરવા જનવિકલ્પ પાર્ટીની માંગણી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે યુપીના ગોરખપુર ની સરકારી હોસ્પિટલમાં જેમ સરકારે ઓક્સી જન નું બિલ નહી ભરતા ૨૦૦ નિર્દોષ બાળકો કમોતે મરી ગયા તેમ અમદાવાદ ની આ સરકારી હોસ્પિટલ માં પણ ૧૮ નિર્દોષ બાળકો ઓક્સીજનના અભાવે તો મૃત્યુ પામ્યાં નથી ને..? એવી શંકા સામાન્ય લોકોમાં થાય તે સ્વાભાવિક છે કેમ કે આ સરકાર મેલા મન ની સરકાર છે અને પોતાની આવી ભૂલો છુપાવામાં ઉસ્તાદ છે. મીડિયા રિપોર્ટ જણાવે છે કે સરકાર અને હોસ્પિટલ ના સત્તાવાળાઓએ છુપાવવાનો પ્રયાસ કર્યો છે. અને જે રીતે યુપી ની ગોરખપુર હોસ્પિટલમાં યોગી સરકારે પહેલા ઈન્કાર કર્યો અને ત્યારબાદ ઓક્સીજન સપ્લાય કરનારી એજન્સી સામે કેસ કર્યો. ગુજરાત સરકાર ૧૮ નિર્દોષ બાળકો ના મોત ની જવાબદારી માંથી છટકી શકે તેમ નથી. એક માતાએ પોતાના ૩ બાળકો સરકાર ની બેદરકારી ના કારણે ગુમાવ્યા છે. આ માતા ઉપર શું વિતતું હશે તે આ પાપી સરકાર ના બેજવાબદાર   આરોગ્ય મંત્રી ને નહીં સમજાય. ૧૮ બાળકોના મોત માટે  દયાહીન અને પાપી સરકાર જવાબદાર છે. જન વિકલ્પ પાર્ટી  સરકાર ની બેદરકારી ને જન જન સુધી લઇ જશે. નવજાત શિશુ ને તાત્કાલિક ઓક્સી જન ની જરૂર પડતી હોય છે અને આ ૧૮ બાળકોને તાત્કાલિક ઓક્સી જન નહિ મળતાં મોત ને ભેટયા હોવાનું લોકોને લાગી રહયુ છે તેથી સરકારે આ સમગ્ર બાબત ની તપાસ બિનસરકારી ડોક્ટર ની ટીમ દ્વારા કરવા ની જન વિકલ્પ પાર્ટી ની ઉગ્ર માંગણી છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે સરકાર એવો બચાવ કરે છે કે જે બાળકો મરી ગયા તેમને ક્રિટીકલ હાલતમાં લાવવા માં આવ્યા હતા. હોસ્પિટલમાં માં દર્દીઓને ક્રિટીકલ હાલતમાં લાવવામાં ના આવે તો શું સાજા લાવવામાં આવે છે? આવો બચાવ લોકોના ગળે ઉતરે તેમ નથી. વાસ્તવમાં હોસ્પિટલ અને સરકાર ની ઘોર નિષ્કાળજી ને કારણે જ ૧૮ બાળકો મર્યા છે.આ સરકાર ના માથે બાળ હત્યા નું પાપ અને કલંક લાગી ગયું છે. જેમણે પોતાના વ્હાલસોયા ગુમાવ્યા તેમના નિસાસા નડશે.

Previous articleહાર્દિક પટેલ કિંગમેકર તરીકે ઉભરવા તૈયાર હોવાની ચર્ચા
Next articleજિલ્લામાં સૌથી વધારે ગાંધીનગર દક્ષિણ બેઠકમાં ૩૩૯ મતદાન મથકો