મારો પહેલો બ્રેક મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો : શાહિદ કપૂર

1503

શાહિદ કપૂરે ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’થી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. આ માટે તેને ફિલ્મ ફેરનો બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ તેની કરિયરનો થોડો સમય સારો ન રહ્યો, છતાં પણ શાહિદે પોતાની અભિનય પ્રતિભાથી સાબિત કરી દીધું કે તે કોઇ ઇમેજમાં બંધાઇને ફિલ્મો નહીં કરે.

આજે શાહિદ જુદી જુદી ફિલ્મોમાં વિવિધ પ્રકારનાં પાત્ર માટે જાણીતો છે. શાહિદે ‘જબ વી મેટ’ જેવી રોમેન્ટિક કોમેડી, ‘ઉડતા પંજાબ’માં ગ્રે શેડ, ‘હૈદર’ અને ‘પદ્માવત’માં રંગીન પાત્ર ભજવીને સશક્ત અભિનેતાની ઇમેજ બનાવી દીધી છે. શાહિદ કહે છે કે મારો પહેલો બ્રેક મારા જીવનનો ટર્નિંગ પોઇન્ટ હતો.

પહેલા બ્રેક પહેલાં મેં ઘણાં બધાં ઓડિશન્સ આપ્યાં અને મારે ઘણી વાર રિજેક્શનનો સામનો કરવો પડ્યો. જ્યારે મને ‘ઇશ્ક વિશ્ક’માં લીડ રોલ માટે સાઇન કરાયો ત્યારે મારી ખુશીનું ઠેકાણું ન રહ્યું. શાહિદનાં માતા-પિતા બંને ફિલ્મી દુનિયાથી હતાં, પરંતુ શાહિદને કોઇ જાણતું ન હતું.

શાહિદ પોતાના ફોટા ફિલ્મકારની ઓફિસમાં મૂકીને આવતો.

Previous articleગુજરાતી એકશન, ડ્રામા ફિલ્મ સુર્યાંશ પ ઓકટો. રીલીઝ થશે
Next articleસૌથી મોટો ઉલટફેર : એશિયા કપમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને  ૯૧ રનથી હરાવ્યુ