વાયુસેનાના ડેપ્યૂટી ચીફ એર માર્શલે રાફેલની સવારી કરી

731

રાફેલ ડીલ મામલે ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે ભારતીય વાયુ સેનાના અધિકારીએ રાફેલની ઉડાન ભરી છે. કોંગ્રેસ રાફેલ ડીલ મામલે સરકારને ઘેરી રહી છે. ત્યારે ફ્રાંસમાં વાયુસેનાના ડેપ્યુટી ચીફ એર માર્શલ રઘુનાથ નાંબિયારે રાફેલની સવારી કરી છે. આધુનિક સુવિધાથી સજ્જ રાફેલ આગામી વર્ષે ભારતમાં આવશે. નાંબિયારે ફ્રાંસના ઈસટ્રેસ એર બેઝથી રાફેલની ઉડાન ભરી છે. એક કલાક સુધી રાફેલ ની સવારી કર્યા બાદ નાંબિયારે પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.

ભારતીય વાયુસેનાના છ સભ્યોની ટીમ ફ્રાંસમાં છે. આ ટીમ ડોસોલ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટની પણ મુલાકાત લેશે. મહત્વનું છે કે, ૬૭ મહિનામાં ફ્રાંસ ૩૬ રાફેલ વિમાન ભારતને આવી રહ્યુ છે. ત્યારે રાફેલ ડીલ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના સંરક્ષણ પ્રધાનનું રાજીનામું માગ્યુ છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને સંરક્ષણ પ્રધાન નિર્માલા સીતારમન સતત જુઠ્ઠું બોલી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, સરકારે રાફેલ ડીલ કરીને  કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો છે. જેના કારણે સરકારી ખજાનાને મોટું નુકસાન થઈ રહ્યું છે.

Previous articleભારત પોતાની ક્ષમતા અનુસાર ગ્રોથ પ્રાપ્ત કરવા ઈચ્છે છે : જેમી ડાઈમન
Next articleપારિકરના સારા સ્વાસ્થ્ય માટે ભાજપ ઓફિસમાં ૧૦ મૌલાનાઓએ કુરાન વાંચ્યુ