અભિનેત્રીઓની ફિલ્મો ૫૦૦ કરોડનો બિઝનેસ કરતી નથી : કાજોલ

2675

ટોચની અભિનેત્રી કાજોલે કહ્યું હતું કે સલમાન ખાન કે આમિર ખાનની જેમ અભિનેત્રીઓની ફિલ્મો ૫૦૦ કરોડનો બિઝનેસ કરતી નથી. પોતાની હેલિકોપ્ટર ઇલા ફિલ્મના પ્રમોશમાં બોલતાં એણે આ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. એણે કહ્યું કે છેલ્લાં થોડાં વરસોમાં એવું જોવા મળ્યું છે કે હીરોઇનો પણ ફિલ્મની સફળતામાં યથાશક્તિ ફાળો આપે છે.

કેટલીક હીરોઇનો તો હીરોની જેમ સેલેબલ ગણાતી થઇ છે અને માતબર ફી પણ વસૂલ કરે છે. આમ છતાં સલમાન ખાનની જેમ હીરોઇનોની ફિલ્મો બોક્સ ઑફિસ પર ૫૦૦ કરોડનો બિઝનેસ કરતી નથી એ પણ હકીકત છે. ઘણા સમયથી એેવી ચર્ચા પણ થતી રહી છે કે હીરો કરતાં હીરોઇનોને ઓછું મહેનતાણું મળે છે. એ વિશે પૂછાયેલા સવાલના જવાબમાં કાજોલે કહ્યું કે મને લાગે છે કે આ બાબત પણ બોક્સ ઑફિસ સાથે સંકળાયેલી છે.

જો કે તાજેતરમાં કેટલીક હીરોઇનોએ મોં માગ્યું મહેનતાણું મેળવ્યું હતું. કેટલીક હીરોઇનોએ પોતાની પ્રાઇઝ વધારી દીધી હતી. મને લાગે છે કે આ મુદ્દો પણ બોક્સ ઑફિસ અને બિઝનેસ સાથે સંકળાયેલો છે. એણે ઉમેર્યું હતું કે હવે ઓડિયન્સ મહિલા પ્રધાન ફિલ્મો સ્વીકારતું થયું છે એ એક સારું લક્ષણ છે. મહિલાઓની ફિલ્મો સફળ થાય તો એ પણ સારો બિઝનેસ કરી શકે. ટોચની અભિનેત્રી કાજોલે કહ્યું હતું કે સલમાન ખાન કે આમિર ખાનની જેમ અભિનેત્રીઓની ફિલ્મો ૫૦૦ કરોડનો બિઝનેસ કરતી નથી.

Previous articleફિલ્મના એક દ્રશ્ય માટે સિદ્ધાર્થ ૪૮ કલાક જાગતો રહ્યો
Next articleવેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રેક્ટિસ-મેચમાં બૉર્ડ પ્રમુખનો કેપ્ટન કરુણ નાયર