ફિલ્મના એક દ્રશ્ય માટે સિદ્ધાર્થ ૪૮ કલાક જાગતો રહ્યો

1220

એક હિટ ફિલ્મ માટે સતત ટળવળી રહેલા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં પોતાની આગામી ફિલ્મના એક દ્રશ્ય માટે ૪૮ કલાક જાગતા રહેવાના સંજોગો સર્જાયા હતા.

બન્યું એવું કે જબરિયા જોડી નામની ફિલ્મમાં સિદ્ધાર્થ પરિણિતી ચોપરા સાથે ચમકી રહ્યો છે. આ ફિલ્મમાં કથા એવી છે કે સિદ્ધાર્થ પોતાની બાળપણની એક ફ્રેન્ડ (પરિણિતી)ને પામવા સાહસ કરે છે. ફિલ્મની કથા ઉત્તર ભારતમાં યોગ્ય મૂરતિયાને પામવા વરરાજાના થઇ રહેલા અપહરણ અને જબરદસ્તીથી કરાતા લગ્નોની ઘટના પર આધારિત છે.

સિદ્ધાર્થને એક હિટ ફિલ્મની જરૃર છે એ સૌ કોઇ જાણે છે. તાજેતરમાં રજૂ થયેલાં આ ફિલ્મનાં પોસ્ટર્સમાં બંનેની કેમિસ્ટ્રી જોઇ શકાઇ હતી. ફિલ્મને પોતાની એકસો ટકા શક્તિ ફાળવી દેવાની લાહ્યમાં બંને મુખ્ય કલાકારો રાતરાતના ઊજાગરા કરી રહ્યાં હોવાની જાણકારી મળી હતી.