રાહુલ ગાંધી આપવામાં આવેલુ ભાષણ જ વાંચે છે : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

826

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ માર્યો છે. સીએમ યોગી ઘ્વારા રાહુલ ગાંધીને બિચારા ગણાવીને કહ્યું કે તેમને તથ્યો વિશે કોઈ જ જાણકારી નથી, તેઓ ફક્ત તેમને આપવામાં આવેલું ભાષણ જ વાંચે છે. આઝાદીના ૭૦ વર્ષમાં ગાંધી પરિવાર જ સત્તામાં રહ્યો છે. તેમને કહ્યું કે જો તેમને ગરીબોને યોજનાઓનો લાભ આપ્યો હોત તો આજે એક મોટો વર્ષ આવાસથી વંચિત ના રહ્યો હોત.

યોગી આદિત્યનાથે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨ કરોડ લોકોને ઘર ઉપલબ્ધ કરાવ્યું. તેમને જણાવ્યું કે આ બે કરોડ લોકો પાસે ઘર નહીં હોવા માટે કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો પરિવાર જવાબદાર છે. તેમને કહ્યું કે રાહુલ બિચારા છે કારણકે તેમને તથ્યો વિશે કોઈ જ જાણકારી નથી. તેઓ ફક્ત તેમને આપવામાં આવેલું ભાષણ જ વાંચે છે. યોગી આદિત્યનાથે આગળ જણાવ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ દેશની જનતા પાસે માફી મંગાવી જોઈએ કારણકે બધા જ જાણે છે કે ચોર કોણ છે.

સીએમ યોગી ઘ્વારા રાહુલ ગાંધીને બિચારા ગણાવીને કહ્યું કે તેમને તથ્યો વિશે કોઈ જ જાણકારી નથી, તેઓ ફક્ત તેમને આપવામાં આવેલું ભાષણ જ વાંચે છે. આઝાદીના ૭૦ વર્ષમાં ગાંધી પરિવાર જ સત્તામાં રહ્યો છે.

Previous articleમહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ દિવાળી બાદ થશે…!!?
Next articleત્રણ વર્ષ પહેલા પતિ શહિદ થયા, નીરૂ સામ્બ્યાલ સેનામાં સામેલ થઈ