રૂા.સાડા બાર લાખના ખર્ચે નવી ઓટોમેટીક શરૂ કરાયેલી લીફટ

1638

ભાવનગર મહાનગર પાલિકા બિલ્ડીંગમાં બે માળ અને ત્રીજા માળે જવા માટે લોકો માટે લીફટની સગવડતા હતી અને હવે ચોથા માળ સુધી જવા માટે ઓટોમેટીક દરવાજા વાળી નવી લીફટ તૈયાર થતા આ લીફટ લોકાપર્ણ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. મેયર મનભા મોરીના વરદ્‌ હસ્તે લીફટ રીબીન કાપી લીટની અવર-જવર શરૂ થઈ હતી. આ પ્રસંગે ડે.મેયર અશોકભાઈ બારૈયા, સ્ટે.કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, વિપક્ષ કોંગી નેતા જયદિપસિંહ ગોહિલ, નાય.કમિશ્નર ગોવાણી, સ્ટેન્ડીંગ કમિટી સભ્યો રાજુભાઈ પંડયા, શાસક નેતા પરેશ પંડયા, અનિલ ત્રિવેદી, રોશની વિભાગના અધિ.ચૈતન વ્યાસ વિગેરે હાજર રહ્યા હતા. આ લીફટ રૂા.સાડા બાર લાખના ખર્ચે તૈયાર થઈ છે. ચોથા માળની આ લીફટનો હવે ૧૦ વ્યકિતની સંખ્યામાં લાભ મળશે.