ધોની વન-ડેમાં ૨૦૦મી મેચમાં ટીમનું નેતૃત્વ કરનાર વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો

895

એશિયા કપના પાંચમા મુકાબલમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન શિખર ધવનને આરામ આપવામાં આવ્યો છે. જેના કારણે મહેન્દ્ર સિંહ ધોની ૬૯૬ દિવસ બાદ ફરી એક વખત ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે. ધોની ૨૦૦મી વખત વનડે મેચમાં ટીમની કેપ્ટનશિપ કરી હતી.

ટોસ માટે મેદાનમાં ઉતરતાં જ ધોની ૨૦૦ કે તેથી વધુ વનડેમાં ટીમનું નેતૃત્વ કરનારો વિશ્વનો ત્રીજો ખેલાડી બની ગયો છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગ ૨૩૦ વનડેમાં કેપ્ટનશિપ સાથે પ્રથમ અને ન્યૂઝિલેન્ડના સ્ટીફન ફ્લેમિંગ ૨૧૮ વનડેમાં કેપ્ટનશિપ સાથે બીજા નંબર પર છે. ધોની આ રેકોર્ડ બનાવનારો પ્રથમ ભારતીય કેપ્ટન છે.

ટોસ બાદ ધોનીએ કહ્યું, મેં ૧૯૯ વનડે મેચમાં કેપ્ટનશિપ કરી છે અને મને આ મેચ ૨૦૦ સુધી પહોંચવાનો મોકો આપે છે. આ બધી કિસ્મતની વાત છે અને હું હંમેશા તેના પર જ વિશ્વાસ રાખું છું. ૨૦૦ મેચ પૂરી કરીને સારું લાગી રહ્યું છે પરંતુ મારા માટે આ મહત્વનું નથી.

ધોનીની ગણના ભારતના સૌથી સફળ કેપ્ટન પૈકીના એકમાં થાય છે. ધોનીની કેપ્ટનશિપમાં ભારતે રમેલી ૧૯૯ વનડેમાંથી ૧૧૦માં વિજય અને ૮૪માં હાર થઈ છે.

Previous articleસૌથી વધુ ફિલ્મ મેળવનાર એકટર્સની યાદીમાં સલમાન મોખરે
Next articleએશિયા કપમાં શાનદાર પ્રદર્શનથી રોહિતને કેપ્ટન્સી સોંપવાની ઊઠી માંગ