એશિયા કપમાં શાનદાર પ્રદર્શનથી રોહિતને કેપ્ટન્સી સોંપવાની ઊઠી માંગ

915

એશિયા કપ ૨૦૧૮માં રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા સતત ૪ મેચ જીતીને ટૂર્નામેન્ટની સૌથી બેસ્ટ ટીમ સાબિત થઇ છે. રોહિત શર્માની કેપ્ટન્સીની પ્રશંસા થઇ રહી છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે શું રોહિત શર્માને વિરાટ કોહલીની જગ્યાએ ટીમ ઇન્ડિયાની વન ડે અને ટી-૨૦ ટીમની કેપ્ટન્સી સોપવાનો યોગ્ય સમય છે. મોટી ટૂર્નામેન્ટની વાત કરીએ તો રોહિત શર્માનો રેકોર્ડ વિરાટ કોહલી કરતા ઘણો સારો છએ. વિરાટ કોહલીથી અલગ રોહિત શર્મા એક શાંત સ્વભાવનો કેપ્ટન છે, જેને પોતાની કેપ્ટન્સીમાં ભારતને નિદહાસ ટ્રોફી જેવી ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવી હતી.રોહિત શર્માએ ૈંઁન્માં મુંબઇ ઇન્ડિયન્સને ત્રણ વખત ચેમ્પિયન બનાવ્યું છે, આ સિવાય તે ભારતીય ટીમને એશિયા કપનો ખિતાબ જીતાડવાથી માત્ર એક કદમ દૂર છે. રોહિત શર્માને લઇને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પ્રતિક્રિયા આપી છે.

Previous articleધોની વન-ડેમાં ૨૦૦મી મેચમાં ટીમનું નેતૃત્વ કરનાર વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો
Next articleકેપ્ટન રોહિત પસંદ કરે ટીમ, કોચ બેસે પાછળની સીટ પર : ગાંગુલી