તીરંદાજ દીપિકા કુમારીને રુ. ૫૦ લાખનું ઇનામ આપશે ઝારખંડ સરકાર

648

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૫
સીએમ હેમંત સોરેને ભારતીય તીરંદાજ ખેલાડી દીપિકા કુમારીને રુ. ૫૦ લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યના સ્ટાર આર્ચર દીપિકા કુમારીને ૫૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ગત મહિને પેરિસમાં આર્ચરી વર્લ્ડ કપના ત્રીજા ચરણમાં તેણીએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. દીપિકા કુમારી હાલમાં તીરંદાજીની રમતમાં વિશ્વમાં ટોચના સ્થાને છે. ઝારખંડ સરકારે જાહેરાત કરતા જણાવ્યું કે, ’’ ઓલિમ્પિકમાં જે ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતી લાવશે, તેને રુ. ૨ કરોડનું ઇનામ પણ આપવામાં આવશે. ’’અત્રે ઉલેખનીય છે કે, દીપિકા કુમારી હાલમાં તીરંદાજીમાં વિશ્વમાં ૧જં રેન્ક ધરાવે છે. તેણી પદ્મશ્રી, અર્જુન અવોર્ડ પણ ધરાવે છે. તેણે તીરંદાજ અંતનું દાસ સાથે ૨૦૨૦ માં લગ્ન કર્યા હતા.