રોજર્સ કપમાં નડાલનો ઈવાન્સ સામે વિજય : નિશિકોરી-સિત્સિપાસ બહાર

760

ટોપ સીડ સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે રોજર્સ કપમાં વિજયી શુભારંભ કર્યો હતો. નડાલે મેન્સ સિંગલ્સની પ્રથમ મેચમાં બ્રિટનના ઈવાન્સ સામે સીધા સેટોમાં ૭-૬ (૮-૬), ૬-૪થી વિજય મેળવ્યો હતો. હવે રાઉન્ડ ઓફ ૧૬માં નડાલની ટક્કર આર્જેન્ટીનાના ગુલીર્મો પેલ્લા સામે થશે. જોકે રોજર્સ કપમાં અપસેટની હારમાળા સર્જાઈ હતી. ફ્રાન્સના રિચાર્ડ ગાસ્કેટે પાંચમો સીડ ધરાવતા જાપાનના નિશિકોરીને ૬-૭ (૬-૮), ૬-૨, ૭-૬ (૭-૪)થી હરાવ્યો હતો.

પોલેન્ડના હુર્બેર્ટ હર્કાઝે ૬-૪, ૩-૬, ૬-૩થી ગ્રીસના સિત્સિપાસને હરાવીને અપસેટ સર્જ્યો હતો. છઠ્ઠો સીડ ધરાવતા રશિયાના ખાચાનોવે ૬-૪, ૬-૭ (૩-૭), ૬-૨થી સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કા સામે વિજય મેળવ્યો હતો. કેનેડાનો અલીઅસિમ તેના જ દેશના ૧૭મો સીડ ધરાવતા રાઓનિક સામે ૬-૩, ૬-૨થી બરોબરી પર હતો, ત્યારે રાઓનિક ઈજાના કારણે ખસી ગયો હતો. ફ્રાન્સના મેન્નારિનોએ કેનેડાના રાઓનિક સામે ૬-૨, ૬-૧થી જીત હાંસલ કરી હતી.

ચિલીના ક્રિસ્ટીન ગારિને અમેરિકાના ૧૨મો સીડ ધરાવતા જોન આઇસનરને ૬-૩, ૬-૪થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. બીજો સીડ ધરાવતા ઓસ્ટ્રિયાના ડોમિનીક થિયમે કેનેડાના શાપોવાલોવ સામે ૬-૪, ૩-૬, ૬-૩થી જીત હાંસલ કરી હતી.

Previous articleભારત સામે ટેસ્ટ સિરીઝ માટે વિન્ડીઝ ટીમ જાહેર, ગેલ આઉટ
Next articleરાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા, દર્દીઓને ભારે હાલાકી