રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા, દર્દીઓને ભારે હાલાકી

646

રાજકોટ શહેરમાં ૧૭ઇંચથી વધારે વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ પણ બાકાત રહી નથી. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની સામે આવેલા શેલેરમાં ઘૂંટણ સુધી પાણી ભરાયું છે. પાણીના ભરાવાના કારણે ઘણી ગંદકી પણ જોવા મળી રહી છે.

સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમા ઘૂંટણ સુધી પાણી જોવા મળી રહ્યા છે. વધારે પાણી ભરાવવાના કારણે લિફ્ટ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

નવા સાધનો લાવવામાં આવ્યા હતા તે પણ પાણીમાં ડુબી ગયા છે. જેના કારણે મોંઘા ભાવના સાધનો નકામા બની ગયા છે.  વ્હીલચેર, સ્ટ્રેચર પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ઇલેક્ટ્રીક રુમમાં પણ પાણી જોવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે. આ હોસ્પિટલમાં હાલ દર્દીઓ આવતા નથી. જોકે પાણી ભરાવાના કારણે ગંદકીની સમસ્યા થાય છે. જેના કારણે રોગ થવાની સંભાવના રહે છે.

Previous articleરોજર્સ કપમાં નડાલનો ઈવાન્સ સામે વિજય : નિશિકોરી-સિત્સિપાસ બહાર
Next articleરિવરફ્રન્ટ પર બેઠેલા યુગલને પોલીસે બંધક બનાવતા ફરિયાદ, લાફા મારી યુગલના ફોન પણ છીનવી લીધા