મોરારિબાપુની જોર્ડન કથામાં યોજાયા અનોખા લગ્ન

658

પૂ.મોરારિબાપુની રામકથા માનસ મૌનનો શનિવારે તા.રર સપ્ટે.થી જોર્ડનના સનસીટી વાડીરમ ખાતે શુભારંભ થયો.

પૂ.મોરારિબાપુ પોતાની આગવી પ્રણાલિકા સ્થાપિત કરી સમાજને નવી દિશા આપતા રહ્યાં છે. આવા જ એક પવિત્ર હેતુથી કથાના પ્રથમ દિને એક યુગલે રામકથામાં સાદાઈથી લગ્ન કરી અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું. લંડનના ચાંદેગરા પરિવારનું યુગલ ચિ.હરિશ્યામ અને ચિ.તોરલ લગ્નગ્રંથીથી જોડાયા. વ્યાસપીઠનો મંગળફેરો ફરીને એક-મેકની માળા અર્પણવિધિ થઈ. સંગીત વૃંદે લગ્નની સંગીત રસમ અદા કરી. યુગલના પરિવારો વ્યાસપીઠ અને માનસ સાથે જોડાયેલા છે. પૂ.મોરારિબાપુએ સાદગીથી લગ્ન આ રીતે પણ સંપન્ન થઈ શકે તેવો એક સંદેશો સમાજને આપ્યો.  અત્ર નોંધપાત્ર છે કે મધ્ય એશિયાના જોર્ડન દેશમાં પૂ.બાપુની કથા તા.રર-૯ થી ૩૦-૯ દરમ્યાન યોજાયેલી છે. આ કથાના યજમાન મુનુભાઈ અને વિજયભાઈએ રણ વિસ્તારમાં આખુ એક શહેર નિર્મિત કર્યુ છે. જેમાં દેશાવરોમાંથી કથા શ્રાવકો ઉપસ્થિત છે.

Previous articleપંડિત દિનદયાળની જન્મજયંતિએ સિહોર ભાજપ દ્વારા ફ્રુટ વિતરણ
Next articleબાળકોની સુરક્ષા અંતર્ગત ઢસામાં સેમિનાર યોજાયો