પરિશ્રમ ફાઉન્ડેશન ઢસા દ્વારા બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌનીનાં વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ.ં
તારીખ ૨૫-૦૯-૨૦૧૮ નાં રોજ “પરિશ્રમ ફાઉન્ડેશન ઢસા” અને “બેઝીલ કોમોડિટીઝ પ્રા.લિ” અંતર્ગત ચાલતા બીસીઆઈ પ્રોજેકટનાં સહયોગથી “જિલ્લા બાળ સુરક્ષા એકમ”નાં અધિકારી સુભાષભાઈ ડવ તેમજ અન્ય કન્સલ્ટન્ટ ટ્રેનરો દ્વારા” બાળ સુરક્ષા પ્રદાન કરતા કાયદાઓ અને બાળ સંભાળ તેમજ જવાબદારી નાં વિષય પર આયોજનબદ્ધ રીતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ.
જેમાં સંસ્થાનાં પ્રમુખ જીણા ભાઈ કાકડીયા, પ્રોજેકટ કો-ઓર્ડીનેટર નિલેશ ખાડે, અમૃતા સિંધ, મોહિતભાઈ કટારીયા તેમજ મેનેજર અને સમગ્ર મિત્રોએ હાજરી આપીને કાર્યક્રમ ને સફળતા પૂર્વક પૂર્ણ કરાયો.