રાજુલા નાગરિક બેન્કની સાધારણ સભા યોજાઈ

719

રાજુલા નાગરિક બેંકમાં ૪૭મી સાધારણ સભા મળી હતી. જેમાં બહોળી સંખ્યામાં આગેવાનો વિવિધ સભાસદો ઉપસ્થિત રહ્યાં હતા.

આ તકે મેનેજર જીગ્નેશ જોશી તેમજ પ્રમુખ બાબમામા કોટીલાએ જણાવ્યું હતું કે, બેન્ક પાસે આવેલી અનેક માંગણીઓ પૂર્ણ થઈ છે. જેમાં જનજામિન લોન તેમજ ગોલ્ડ ડોન મિલ્કત લોનમાં સુધારો કર્યો છે વધારે છે ઉપરાંત આરટીજીએસ સુવિધા ઉપલબ્ધ બની છે અને આગામી સમયમાં અનેક સુવિધાઓ અપાશે. આ તકે ડીરેક્ટરોમાં મહેન્દ્રભાઈ ધાખડા, દિલીપભાઈ જોશી, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બકુલભાઈ વોરા, વિનુભાઈ માંડરડી, ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, તાલુકા પંચાયતના બળવંતભાઈ લાડુમોર, જગુભાઈ ધાખડાની હાજરીમાં મહેન્દ્રભાઈ ધાખડાએ બેન્કની સિધ્ધિઓ માટે સૌ કોઈ એક સંપથી બેન્કને વફાદાર રહી જનતાનો વિશ્વાસ વધુ કેળવીએ તેમ અંતમાં કહેલ.

Previous articleબાળકોની સુરક્ષા અંતર્ગત ઢસામાં સેમિનાર યોજાયો
Next articleરાજુલાના મહત્વના ૩ રસ્તાઓ બિસ્માર હોય જનતા ત્રાહિમામ