રાજુલાના મહત્વના ૩ રસ્તાઓ બિસ્માર હોય જનતા ત્રાહિમામ

768

રાજુલાથી જોડતા ત્રણ મહત્વના રસ્તાઓ અતિ બિસ્માર હોવાથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. આ બાબતે સત્વરે પગલા ભરવા માંગણી ઉઠવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજુલા સાવરકુંડલા માર્ગ જે જિલ્લા મથક અમરેલીને જોડે છે તો રાજુલા ઉના માર્ગ જે સોમનાથને જોડે છે અને રાજુલા મહુવા માર્ગ જે ભાવનગરને જોડે છે. આ ત્રણેય માર્ગો લાંબા સમયથી બિસ્માર હાતલમાં છે. ૪૦-૪પ કિમીના આ માર્ગનું અંતર કાપવામાં ર કલાક જેટલો સમય વીતી જાય છે. અનેકવાર રજૂઆતો છતાં ચાર નાળાથી જાફરાબાદ રોડ ગાડામાર્ગથી બદતર બન્યો હોય આ માર્ગ પર હજારો ભારે વાહનો તેમજ કાયમીના અસંખ્ય વાહનો દોડે છે. લાખો કરોડો રૂપિયાના ટેકસ લેવાય છે તેમ છતા ઘટતા પગલા ભરાતા નથી ત્યારે કાર્યવાહી કરવા કરણભાઈ બારૈયા ઉપપ્રમુખ જાફરાબાદ તાલુકા પંચાયત પાચાભાઈ ડાભી, ચેરમેન પ્રમુખ સ્થાનેથી ભીમભાઈ કવાડ તેમજ રાજુલા તાલુકા પંચાયતના ચેરમેન ભીખુભાઈ પીંજર, પ્રમુખ સ્થાનેથી બળવંતભાઈ લાડુમોર, જગુભાઈ ધાખડા સહિત બન્ને તાલુકાના આગેવાનોએ ઉપર લેવલે ધારદાર રજૂઆત કરી હતી.

Previous articleરાજુલા નાગરિક બેન્કની સાધારણ સભા યોજાઈ
Next articleભારતના ૮૦ કલાકારોનો મેગા નેશનલ આર્ટ-શો ગોવામાં શરૂ