ભારતના ૮૦ કલાકારોનો મેગા નેશનલ આર્ટ-શો ગોવામાં શરૂ

1034

તા.રપ-ર૬-ર૭ના રોજ ગોવાની કલા અકાદમી-પણજી ખાતે મેગા આર્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી ભાવનગર, અમદાવાદ, બરોડા, સિધ્ધપુર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મોરબી, બોટાદ, આણંદ, બગસરા, ભુજ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, ગુજરાત સિવાય લખનૌ, મુંબઈના પણ ભાગ લીધો.

આ પ્રદર્શનમાં અનિરૂધ્ધસિંહ પરમાર, અનિતાકુમારી, ભાગ્યશ્રી રાઠોડ, ચિંતન સોમપુરા, દેવાંગી પંડયા, દિલીપ પરમાર, ફુલજી વાઘેલા, હરદેવ પરમાર, હેતલ મહેતા, કનુ પરપરલા, કિંજલ ઓડેદરા, મનોજ સોનારા, મુસ્કાન ચૌહાણ, પરાગ પરમાર, પાયલ ટાંક, પિનલ પંચાલ, મીનાઝ સુરાજી, પ્રિતી, પ્રતિ કમેરિયા, પ્રિયા જોશી, રઘુવિરસિંહ, રામ બોખેરીયા, રૂપા ઠક્કર, સરફરાજ, સોનલ ઓડેદરા, સુનિલ શિંદે, સપના લહેરી, તરૂણ પરમાર, તહેજીલ કુરેશી, વૈશાલી ભાવસાર, વિરભદ્રસિંહ ગોહિલ, વિશાખા કાકડે, વિશાલ ગોહિલ, સંદિપ પરમાર, સદકુ ખત્રી, મહિપતસિંહ જાડેજા, રશીમતા, પ્રિયાબા જાડેજા, પરિમલ મકવાણા વગેરે કલાકારો ગોવામાં હાજરી આપી. આ પ્રદર્શન ગોવાના ફિલ્મસ્ટાર કેવીન ડીમોલાના હસ્તે કરાયું. આ મેગા શોનું આયોજન અજય ચૌહાણ, અજય જાડેજા અને અશોક પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.

Previous articleરાજુલાના મહત્વના ૩ રસ્તાઓ બિસ્માર હોય જનતા ત્રાહિમામ
Next articleઓમ ઇન્ટર નેશનલ સંકુલ કુમ્ભારિયામાં નાટ્ય મહોત્સવ