ધમકીની બીકે યુવાને કરેલ આપઘાતનો આરોપી જયેશ પોલીસ પહોંચની બહાર

1105

સિહોરની એકતા સોસાયટીમાં રહેતા યુવાને સિહોરના કુખ્યાત બુટલેગરની ધમકીથી પોલીસ મથકમાં જઈ પેટ્રોલ છાંટી સળગી જઈ આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવમાં મૃતકના ભાઈએ બુટલેગર વિરૂધ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ આપી છે પરંતુ આરોપી હજુ પોલીસ પહોંચની બહાર હોય લોકમુખે અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.

બનાવની મળતી વિગત મુજબ, ગત તા.૧૬ના રોજ સિહોર પોલીસમાં સાંજના સુમારે એકતા સોસાયટીમાં રહેતા ગીરીશભાઈ જીવરાજભાઈ બારૈયા નામના યુવાને પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતે સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવારમાં ગીરીશભાઈનું મોત નિપજવા પામ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈએ સિહોર કુખ્યાત બુટલેગર ભાણજીભાઈ નામના શખ્સ વિરૂધ્ધ એવી ફરિયાદ આપી હતી કે, તેનો ૧ર૧ પેટી દારૂ પોલીસે ઝડપી લીધો હતો. જેની બાતમી આપ્યાની દાઝ રાખી અને વળતર ચુકવવા ધમકી આપતા ગીરીશભાઈએ આપઘાત કર્યો હતો. બનાવ અંગે પોલીસે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી હતી. જેની તપાસ ડીવાયએસપી માંજરીયા ચલાવી રહ્યાં છે. પરંતુ બનાવને આજે ૧૦ દિવસ વિત્યા છતાં આરોપી પોલીસ પહોંચની બહાર રહેવા પામ્યો છે.

Previous articleરેલ્વે વિભાગ દ્વારા સફાઈ અભિયાન
Next articleયુવાનનું અપહરણ કરી માર મારવાના ગુનામાં ૩ ઝડપાયા