બોટાદમાં ચૂંટણી સંદર્ભે સઘન પેટ્રોલીંગ

673

આગામી સમયમાં લોકસભા ચૂંટણી યોજાનાર હોય જે ચૂંટણી અંતર્ગત ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમારની સૂચના મુજબ બોટા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય તે હેતુથી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની આગેવાની હેઠળ વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુલ તથા બોટાદના પો.ઇન્સ. એસ.વાય.ઝાલા તથા ડી.આર.ચૌહાણ, એ.જી.જાડેજા, એસ.બી.કારેટીયા તથા પોલીસ સ્ટાફ સાથે બોટાદ શહેર વિસ્તારમાં તથા સમઢીયાળા-૧ લાઠીદડ, સેથળી ગામે બુથ વિઝીટ કરવામાં આવેલ તેમજ ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ આમ બોટાદ જિલ્લા પોલીસ વડા તરફથી ભય મુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તેના માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે.

Previous articleબોટાદ જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં ઉપપ્રમુખ પદે અલ્પાબા ચુડાસમાની વરણી
Next articleઢસા પો.સ્ટે. વિસ્તારમાંથી એક મહિનામાં ૪૦૦ અટકાયતી પગલાં