પંજાબ પોલીસની ક્રૂરતાઃ મહિલાને જીપ પર બાંધીને શહેરમાં ફેરવી

1248

પોલીસની ક્રૂરતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક મધ્યમ વયની મહિલાને સજાના ભાગરૂપે પોલીસે જીપની છત પર બળજબરીપૂર્વક દોરડાંથી બાંધી અને પછી આખા શહેરમાં તેને ફેરવી હતી. તેનો વાંક માત્ર એટલો જ હતો કે પોલીસ દ્વારા તેના પતિને પકડીને લઈ જવાનો વિરોધ કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, આ મહિલા પોલીસની ચાલતી જીપ પરથી પડી ગઈ હતી અને તેને માથામાં ગંભીર ઈજા પહોંચી છે. સ્થાનિક લોકો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

પોલીસ અમૃતસરના ચાવિન્ડા દેવી વિસ્તારમાં આ મહિલના ઘરે ગઈ હતી. પોલીસે મહિલાના સસરા સાથે જમીનની સંપત્તિના વિવાદ અંગે કેટલાક સવાલ પુછવા ગઈ હતી. પીડિત મહિલાના પિતા ઘરે ન હોવાને કારણે પોલીસે તેના પતિને ઉઠાવી લીધો હતો. જેનો મહિલાએ જોરદાર વિરોધ કર્યો હતો. તેની આવી પ્રતિક્રિયાથી ગુસ્સે ભરાયેલા પંજાબ ક્રાઈમ બ્રાન્ચ પોલીસના અધિકારીઓએ આ મહિલાને પકડીને તેમની જીપની છત પર બાંધી દીધી હતી અને સમગ્ર શહેરમાં ફેરવી હતી.

Previous articleઆધારની બંધારણીય કાયદેસરતા સુપ્રીમ કોર્ટે આખરે અકબંધ રાખી
Next articleસુપ્રિમનો ઐતિહાસિક ચુકાદો : હવે કોર્ટની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ થશે