યુક્રેનના ૧૧ શહેરો પર રશિયાનો હુમલો, ૩૦૦ લોકો મર્યાનો દાવો

527

યુક્રેને રશિયન એરક્રાફ્ટ તોડ્યાનો અને રશિયાના ૫૦ જેટલા સૈનિકોને માર્યાનો દાવો કર્યો, યુક્રેનના સૈનિકોની શરણાગતિનો રશિયાનો દાવો
મોસ્કો, તા.૨૪
મિલિટ્રી કમાન્ડના અહેવાલ પ્રમાણે યુક્રેન પર બીજી વખત મિસાઈલ સ્ટ્રાઈક્સ થઈ. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યાં છે કે યુક્રેનના અમુક સ્થળોએ યુક્રેને હથિયારો ત્યજી દીધા છે. સૈનિકોએ પાસે શસ્ત્ર-સરંજામ ખૂટી પડતા અને સામે પક્ષે રશિયા તરફથી ભારે લડત મળતા અમુક શહેરોમાં યુક્રેન સેનાએ શરણાગતિ સ્વીકારી હોવાના અહેવાલ વહેતા થયા છે.

આરટી.કોમના હવાલે રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનના સૈનિકો શરણાગતિ સ્વીકારી રહ્યાં છે. અમારો આશય નરસંહારનો નથી અને આ વાત પર મક્કમ છીએ. યુક્રેને ભારત પાસે માગી મદદ , વડાપ્રધાન મોદી રશિયાના વડા સાથે વાત કરે તેવી કરી માગ કરી હોવાના અહેવાલ છે. યુક્રેનના રક્ષામંત્રીએ લોકોને સેનામાં સામેલ થવા માટે વિનંતી કરી. આ ઉપરાંત યુક્રેન સરકાર માજી સૈનિકોને પણ હથિયાર આપશે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યાં છે કે યુક્રેનના અમુક સ્થળોએ યુક્રેને હથિયારો ત્યજી દીધા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સાથે જંગનુ એલાન કર્યા બાદ રશિયન આર્મી યુક્રેન પર ફરી વળવા માટે તૈયાર છે.

સામે પક્ષે રશિયા તરફથી ભારે લડત મળતા અમુક શહેરોમાં યુક્રેન સેનાએ શરણાગતિ સ્વીકારી છે. પુતિને ભલે દાવો કર્યો હોય કે યુક્રેનના આમ નાગરિકોને અમે ટાર્ગે્‌ટ નથી કરી રહ્યા પણ યુક્રેનના લોકોને નુકસાન થઈ રહ્યુ છે. રશિયાએ યુક્રેનના ૧૧ શહેરો પર હુમલો કર્યો છે.જેમાં રાજધાની કીવ અને બીજુ સૌથી મોટુ શહેર ખારકિવ પણ સામેલ છે.યુક્રેનના ઘણા શહેરોમાં ધડાકા થઈ રહ્યા છે.યુક્રે્‌નના ઓડેસા શહેરમાં સૌથી વધુ નુકસાન થયુ છે. યુક્રેને દેશમાં માર્શલ લો લાગુ કરી દીધો છે.યુક્રેનના રાષ્ટ્રપતિએ અમેરિકન પ્રમુખ સાથે તેમજ ફ્રાંસ અને તુર્કીના રાષ્ટ્રપ્રમુખો સાથે હુમલાની વચ્ચે વાત કરી છે. રશિયાની સાથે સાથે બેલારુસે પણ યુક્રેન પર હુમલો કર્યો છે.રશિયાના મિસાઈલ્સ યુક્રેન પર વરસી રહ્યા છે. વૈશ્વિક સમુદાયે શાંતિ માટેના અનેક પ્રયાસ કરવા છતાં પણ આખરે રશિયાએ યુક્રેન પર હુમલો શરુ કરી દીધો છે. યુક્રેન સેન્ટ્રલ મિલિટરી કમાન્ડના જણાવ્યા અનુસાર રશિયાએ દેશના કેટલાક એરપોર્ટ્‌સ પર બોમ્બ વરસાવ્યા છે. જેમાં કિવ, નિકોલાએવ, રામાટોર્સ્‌ક, ખેરસન જેવા શહેરોમાં આવેલા એરપોર્ટ્‌સનો સમાવેશ થાય છે. યુક્રેનના ખારકિવ મિલિટરી એરપોર્ટ પર ધૂમાડાના ગોટેગોટા ઉડતા જોઈ શકાયા હતા. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનના જણાવ્યા અનુસાર યુક્રેનના પૂર્વ ભાગમાં આવેલા ડોનબાસ પ્રાંતમાં આઝાદીની માગ કરી રહેલા લોકોને રક્ષણ પૂરું પાડવા મિલિટરી ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.
ભારતીય સમય અનુસાર સવારે છ વાગ્યે પુતિને મિલિટરી ઓપરેશન શરુ કરવાની જાહેરાત કરી હતી. છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. જોકે, બંને દેશો વચ્ચે યુદ્ધ અટકાવવા માટે વૈશ્વિક સ્તરે પણ અનેક પ્રયાસ કરાયા હતા પરંતુ તેમ છતાંય રશિયાએ શરુઆતમાં યુદ્ધનો ઈનકાર કરી આખરે ૨૪ માર્ચે લશ્કરી કાર્યવાહી શરુ કરી દીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, રશિયાએ યુક્રેન બોર્ડર પર દોઢથી બે લાખ સૈનિકો તેમજ ભારે માત્રામાં શસ્ત્ર સરંજામ તૈનાત કર્યો છે. અમેરિકા સહિતના દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપી છે પરંતુ પુતિને તેની કોઈ પરવાહ નથી કરી. બીજી તરફ, યુક્રેને કેટલાક રશિયન એરક્રાફ્ટ તોડી નાખવાનો અને રશિયાના ૫૦ જેટલા સૈનિકોને માર્યાનો દાવો કર્યો છે. યુક્રેનના ભારત સ્થિત રાજદૂતના જણાવ્યા અનુસાર, અત્યારસુધી યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી છે કે રશિયાના પાંચ જેટ, બે હેલિકોપ્ટર અને બે ટેંક તેમજ કેટલીક લશ્કરી ટ્રકોનો ખાતમો બોલાવી દીધો છે. યુક્રેનના સંરક્ષણ મંત્રીએ જે નાગરિક હથિયાર લઈ દેશ માટે લડવા માગતા હોય તેમને ટેરિટોરિયલ ડિફેન્સ ફોર્સિસમાં જોડાવા હાંકલ કરી છે. આ બધા વચ્ચે રશિયન સૈન્યએ યુક્રેનમાં ઘૂસીને લુહાસ્ક પ્રાંતના બે શહેરોનો કબજો લઈ લીધો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleયુક્રેન બચાવ કરશે, જીતશે યુક્રેનની નાગરિકોને અપીલ